________________
૫૦
| ગુજરાતી પત્રકારત્વનું સરવૈયું
જ્હોન મેસફિલ્ડ જેવા ગંભીર કવિ પણ કોઈ વાર હાથ અજમાવી લેતા –
"The Girl who studied Dante once,
Is bearing children to a dance." ઓગડેન નેશની આ પંક્તિઓ –
"God in his wisdom made a fly
And then he forget he made it why!" ગિલ્બર્ટ સુલિવાનના ‘મિકાડો', “પાઇરેટસ ઑફ પિનાફોર' વગેરે કાવ્યઓપેરા વિશ્વવિખ્યાત થયા છે. રવીન્દ્રનાથની “જૂતાર આવિષ્કાર', ‘ટિંગ ટિંગ છ' જેવી કૃતિઓ સહુને સુપરિચિત છે.
હિંદી સામયિકોમાં કટાક્ષ-કવિતાના અતિ સુંદર નમૂના પ્રગટ થતા રહે છે. જુઓ લખનૌથી આવેલો એક શેર –
“કભી ધક્કેસે ચલતી હૈ ઉસે હમ કાર કહેતે હૈ,
જો ધકેસે ભી નહીં ચલતી ઉસે સરકાર કહેતે હૈ.” સ્વરાજ પછીનાં ૩૦ વર્ષ વિશે તારકેશ્વરીબહેનની આ ટીકા જુઓ –
ઐસે વૈસે કૈસે કૈસે હો ગયે,
કેસે કૈસે ઐસે વૈસે હો ગયો.” અથવા તો ઉદ્ઘાટન વિશે એક આ નાનું મુક્તક –
“નગરપાલિકાને બનાવાયા હૈ એક અદ્યતન સ્મશાન, અબ પ્રતીક્ષા કી જા રહી હૈ, કિ કોઈ નેતા મરે
તો ઉસકો જલાકર ઉદ્ઘાટન કરે.” જે કહેવાનું છે એ કેવું ચોટદાર રીતે કહેવાઈ જાય છે છતાં ટૂંકુ અને ટચ !
હાસ્યકવિતા પ્રાસંગિક હળવી ગણીને કાઢી નાખવા જેવી વસ્તુ નથી. સરલ દેખાય છે પણ લખવી સહેલી નથી. કોઈકને જ એ ફાવે છે. કાવ્યસાહિત્યનો એ એક સરસ આવકારપાત્ર પ્રકાર છે. અખબારોમાં ન-છૂટકે ખૂણેખાંચે મૂકવા જેવી એ વસ્તુ નથી. જે સંપાદકો શંકા સાથે, સંકોચ સાથે, બીતાં બીતાં એને સ્થાન આપે છે; એમને મારે કહેવાનું છે કે વાચકો એ રસથી માણશે, વિશ્વાસ રાખો. ઉત્સાહથી એ પ્રગટ કરો. આ હળવી કવિતા લોકો આનંદથી વાંચશે, માણશે, અને એ વાંચતા હશે તો કોઈક દિવસ ગંભીર ઉત્તમ કવિતા વાંચવાનું એને મન થશે. હળવી કટાક્ષ-કવિતા