________________
તંત્રીલેખો
યજ્ઞેશ શુકલ તત્રીલેખ - જે સામાન્ય રીતે અગ્રલેખ તરીકે નિર્દેશાય છે અને અંગ્રેજીમાં જેને માટે Editorial' અથવા 'Leader' એવા શબ્દપ્રયોગ થાય છે એ વાસ્તવમાં તો વર્તમાનપત્રના હૃદયના સ્થાને છે. હમણાં હમણાં તંત્રીલેખોનું મહત્ત્વ ઓછું અંકાતું. જણાય છે અને એને પરિણામે અથવા તો તંત્રીઓને પોતાની કલમનો સીધેસીધો પરિચય વાચકોને કરાવવાનું વધારે રૂચિકર થઈ પડ્યું છે એટલે, તંત્રીઓની સહી હેઠળના લેખોનું પ્રમાણ વર્તમાનપત્રોમાં વધવા લાગ્યું છે. આથી કુદરતી રીતે જ, તંત્રીલેખને સ્થાને આવતાં લખાણોનું મહત્ત્વ ઓછું અંકાવા લાગે. બાકી સીધેસીધી રીતે જોઈએ તો તંત્રીલેખ-અગ્રલેખ કે અંગ્રેજી “એડિટોરિયલ' કે “લીડર' દ્વારા એમ જ તંત્રીનોંધો-નોટ્સ' દ્વારા જે વિચારો રજૂ થાય છે એ વર્તમાનપત્રની નીતિને ફુટ કરનારા હોઈ એનું પૂરતું મહત્ત્વ રહેલું છે.
અંગ્રેજી પત્રકારત્વમાં હમણાં તંત્રીઓની કલમે સ્વતંત્ર કટારો સવિશેષ પ્રમાણમાં પ્રગટ થવા લાગી છે અને એનું અનુકરણ આપણા ગુજરાતી પત્રકારત્વમાં સુધ્ધાં થવા લાગ્યું છે. આમ છતાં આવી તંત્રીના હસ્તાક્ષર સાથેની કટારો રોજિંદી બની નથી; એટલે અંશે તંત્રીલેખો-અગ્રલેખો-નું મહત્ત્વ અંગ્રેજીમાં કે ગુજરાતીમાં ને બીજી ભાષાઓનાં પત્રકારત્વમાં રહેલું જ છે. પણ તંત્રીની સહી સાથેની સ્વતંત્ર કટારોનું પ્રમાણ જેમ જેમ વધતું જશે એમ એમ અગ્રલેખ કે તંત્રીલેખનું મહત્ત્વ આપોઆપ ઓછું થઈ જવાનો ભય રહે જ છે.
પત્રકારો માટેના વેતનબોર્ડ, પત્રકારોના જે વિવિધ વર્ગો પાડ્યા છે એમાં તંત્રી પછીના મદદનીશ તંત્રી, સમાચાર તંત્રી અને અગ્રલેખલેખક-તંત્રીલેખ લેખક-નું સ્થાન એકસાથે નક્કી કરેલું છે. સામાન્ય રીતે આ વર્ગીકરણ અંગ્રેજી પત્રકારત્વને લક્ષમાં રાખીને થયેલું છે; કારણ કે, વેતનબોર્ડ નક્કી કરેલાં વર્ગીકરણમાં સમાવેશ પામે એવા કેટલાય વર્ગોનો, હજી આજે પણ, ગુજરાતી પત્રકારત્વમાં તો અભાવ જ છે. આમ છતાં અગ્રલેખલેખકનું સ્થાન, ભલે અપવાદરૂપ કિસ્સાઓમાં, ગુજરાતી પત્રકારત્વમાં નિશ્ચિત થયું છે. મારી જાણ પ્રમાણે ગુજરાતનાં અથવા તો બીજાં ગુજરાતી વર્તમાનપત્રોમાં ભાગ્યે જ અગ્રલેખલેખકનું અલગ સ્થાન હસ્તીમાં છે. મોટે ભાગે તો, મારી જાણમાં છે ત્યાં સુધી, ગુજરાતી વર્તમાનપત્રોના તંત્રીઓ જ મુખ્યત્વે એમનાં પત્રોના અગ્રલેખલેખકો છે. ને તંત્રીઓ – જેઓના નામ અખબારોના તંત્રી તરીકે જાહેર થયેલાં છે એઓ