Book Title: Rupsen Charitra Yane Punya Prabhav
Author(s): Bakulchandra Lalchandra Shah
Publisher: Laghajiswami Pustakalay

View full book text
Previous | Next

Page 6
________________ ॐ श्री पार्श्व - પુણ્યોપાર્જન શ્રી ઠાણાંગ સૂત્રના નવમા કાણામાં શ્રી વીતરાગ પ્રભુએ નવ પ્રકારનાં પુણ્ય કહેલાં છે. જે કાળે જેની જરૂરીઆત હોય તેવા પ્રકારના પુણ્યનું કાર્ય મનુષ્ય કરે તે તે પુણ્યના ભેગથી, આત્મસાધના થાય-પરમ પદ પમાય એવાં, સાધન- સંગે નિમિત્તે પ્રાપ્ત થાય એમ પણ કહ્યું છે. એક કથા છે. એક આરબ એક વાર રણમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને ખૂબ તરસ લાગી. પાસ નજર કરતાં ક્યાંય પાણી દેખાતું નહોતું, કે રેતી સિવાય બીજું કશું નજરે આવતું નહોતું. તેણે ખુદાની બંદગી કરવા માંડી કારણકે ખુદાની કૃપા વિના પાણી મળી શકે તેમ નહોતું. ચાલતાં ચાલતાં એક થેલી પડેલી તેના જેવામાં આવી. થેલી ખેલીને જોતાં તેમાંથી ખરાં તેજસ્વી મોતી નીકળ્યાં. આરબે મૂલ્યવાન મોતીની થેલી ફેંકી દીધી અને કહ્યું : હે ખુદા! તે મને રત્નો આપ્યાં, પણ મને પાણીની જરૂર છે તે વખતે એ રત્નોને હું શું કરું? આવે વખતે એને કઈ પાણી આપે તો તે આપનારે સાચું પુણ્ય કર્યું લેખાય, કારણકે જીવનધારણ માટે તેને પાણીની જરૂર હતી. લોકો માને છે કે ધનથી બધું ખરીદી શકાય છે, અનાજ અને પાણી પણ ધનથી મેળવી શકાય છે, પરંતુ કોઈ વાર ધન કરતાં પાણી P.P. Ac! Guncutnassuni Alasadhak. Trust

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 120