Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh Author(s): Ramnik A Mehta Publisher: Gujarati Printing Press View full book textPage 8
________________ રોનક મહેલની રાજખટપટ બ્રાહ્મણ વંશના વિધ્વંસને પ્રારંભ હ-ક્ટર ઉપક્રમણિકા "व्यतिषजति पदार्थानान्तरः कोऽपि हेतुः न खल्ल बहिरुपाधीन् प्रीतयः संश्रयन्ते ।" भवभूति । આપણી વાર્તાને આરંભ ઈ. સ. ૧૪૫ એટલે હીજરી ૯૦૧ માં છે. જે રે ઇસ્લામે પિતાના અતુલ બાહુબળથી ભારતવર્ષના દક્ષિણ ભાગના મધ્ય પ્રદેશમાં, રાજ્ય સંસ્થાપન કર્યું હતું અને જેના વીર વંશએ તે રાજ્યની મર્યાદા વધારી હતી, તે રાજ્ય વિચ્છિન્ન થવાની દિશામાં હતું તે રિજપર સુલ્તાન મહંમદ બીજે રાજ્યાધિકાર પર છે. જે દિવાનેખાસ અને દિવાનેઆમમાં રાજતંત્રની મંત્રણે થતી હતી, રાજ્યના હિતની બાબતે ચર્ચાતી હતી, લેકના કલ્યાણ માટે જનાઓ ઘડાતી હતી, ત્યાં આ મદિરાના તરંગ ઉછળે છે. ગાનારીઓના કિન્નરકંઠમાંથી ગાનની લહરીઓ ઉઠે છે. મેજમજાહના અખ્ખલિત સરિત પ્રવાહમાં સર્વ નિમજિજત થયા છે. ઇરાન, રાસાન, લાહેર, દીલ્હી આદિ સ્થળેથી ગાનારીઓ, ફિરદોસીની મને રંજક કથા કહેનારા, અને વિલાસિતામાં વૃદ્ધિ કરનાર માણસે આવવા લાગ્યાં છે. રંગમહાલમાં લાવણ્યવતી લલનાઓ રૂપના કયવિષ્ય અને મેહમંત્રમાં મુગ્ધ છે. સલ્તનતના ઉમરા બે પક્ષમાં વહેંચાઈ ગયા છે. દક્ષિણ અને આબિપિરિયા, વિદેશીઓ (સિરાસિયન, તુર્ક વગેરે)ને ઈર્ષાની નજરથી જુએ છે. તેઓની રાજખટપટ રાજ્યના અંતર્ધ્વરના મૂળ સુધી પહોંચે છે અને રાજ્યને ઉધું વાળવાની આપત્તિમાં લાવી નાખે છે; એકાદ બે રાજભક્ત ઉમરાવડે આ આફત ટળી જાય છે, પરંતુ રાજ્યસત્તા નબળી પડી જાય છે. બ્રાહ્મણી રાજ્યદંડ શાહ મહંમદના હાથમાંથી પડી જઈ વિદીર્ણ થવાની તૈયારીમાં છે. રાજ્યના ભૂષણરૂપ ઉમરામાં શાહના ચંચલ -આચરણથી બેદિલી ફેલાઈ છે. તેમાંના કેટલાક સ્વાર્થ લુપ દૃષ્ટિ રાજ્યસત્તા તરફ નાખે છે. બળવાન ઉમરા પિતાની જાગીર અને અધિકાર વધારી સ્વતંત્ર થવાની તૈયારીમાં છે. મલ્લિક અહમંદ બહેરી લગભગ પ્રકટપણે સ્વતંત્ર થયે છે. યુસુફ આદિલ ગર્લ્ડ ઈકબાલને, ઈમા ઉલ મુકને પિતાના નામે ખુબા વાંચવાને પ્રેરી રહ્યો છે. વીર સ્વાવલંબી યુસુફની સત્તા પ્રબળ થતી જાય છે. તેને તેડવા કાસિમ ખરિદ સલ્તનતને વછર કાવાદાવા રચે છે. યયન-ઉલ-મુલ્ક, *બ્રાહ્મણ વંશના રાજાઓનું મહામૂલ્યવાન રતનજડિત આસ્માની રંગનું સિંહાસન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 220