________________
હદય ધડકી રહ્યું છે, ગતિમાન છે. એના માટે કંઈ પણ કરવાની જરૂર નથી. મનુષ્યને વિચારવું નથી પડતું. ભેજન કર્યું. પાચનક્રિયા આપમેળે જ થવા લાગે છે. લીવર પોતાનું કામ કરે છે. જઠર પોતાનું કામ કરે છે અને પક્વાશય પિતાનું કામ કરે છે. મનુષ્ય આ ક્રિયાઓ માટે પ્રયત્ન કરવાની જરૂર નથી પડતી. બધી ક્રિયાઓ આપમેળે થતી રહે છે. જેટલા પણ આંતરિક અવયવે (enternal organs) છે, અને જે ગ્રંથિઓ છે તેમને માટે મનુષ્ય કંઈ કરવું નથી પડતું. જ્યારે ગુસ્સો આવે છે ત્યારે તમે કંઈ નથી કરતા. જ્યારે પણું એડ્રિનલ ગ્રંથિને સાવ વધે છે, મનુષ્ય ગુસ્સાથી ભરાઈ જાય છે. મધુપ્રમેહની બીમારી થઈ જશે કે માણસ ચીડિયું થઈ જશે. આ બધું આપમેળે થાય છે.
સ્વાયત્ત નાડીતંત્રના બે જુદાજુદા વિભાગ હોય છે. જેમાં પ્રત્યેક વિભાગ એક વિશેષ પ્રકારનું કાર્ય સંપાદિત કરે છે–
૧. સહાનુકંપી (parasympathetic)
૨. અનુકંપી (sympathetic) આ બન્નેની ક્રિયા પરસ્પરથી વિરોધી છે. જેમ કે એક વિભાગ અંગ કે અવયવની ક્રિયાને ઉત્તેજિત કરે છે, ત્યારે બીજો વિભાગ તેને શાંત કરવાનું કાર્ય કરે છે. ઉદાહરણ રૂપે અનુકંપી વિભાગ હૃદયની ગતિ અને તેનાં સંકુચનશક્તિ તથા રક્તદાબને વધારે છે, તે સહાનુકંપી વ્યવસ્થા તે બધું ઓછું કરે છે.
17
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org