________________
જાગૃત કરીએ છીએ. ચેતનાના જે કે સૂતેલા છે, કુંઠિત છે, તેમને જાગૃત કરીએ છીએ, શરીરને પ્રત્યેક કણ ચિત્તને આ નિદેશને સ્વીકાર કરવા માટે તત્પર છે કે તે જાગી જાય અને મનની સાથે તેને સંબંધ જોડાઈ જાય. પરંતુ
જ્યારે જગાડવાને પ્રયત્ન નથી થતું ત્યારે તે મૂચ્છમાં પડ્યા રહે છે અને એવી સ્થિતિમાં ચિત્તને નિર્દેશ તેમના સુધી પહોંચતાં નિષ્કિય જ રહી જાય છે. સ્થૂળ શરીરની અંદર તેજસ અને કાર્મણ–એ બે સૂક્ષ્મ શરીર હોય છે. તેમની અંદર આત્મા છે. સ્થૂળ શરીરની ક્રિયાઓ અને સંવેદનેને જેવાને અભ્યાસ કરનાર ક્રમશઃ તેજસ અને કામણ શરીરને જેવા લાગે છે. શરીર-પ્રેક્ષાને સારે અભ્યાસ અને મન સુશિક્ષિત થયા પછી શરીરમાં પ્રવાહિત થનાર ચૈતન્યધારાને સાક્ષાત્કાર થવા લાગે છે. એમ જેમ જેમ સાધક સ્થૂળથી સૂફમદર્શન તરફ આગળ વધે છે, તેમ તેમ તેને અપ્રમાદ વધતું જાય છે.
શરીર-પ્રેક્ષાને અભ્યાસ એટલા માટે કરીએ છીએ કે કોઈ એવી ઘટના બને કે જેથી શરીરથી ભિન્ન પિતાના ચૈતન્યને બેધ પામી શકાય. તેની ઝલક મળી જાય. શરીરને જોતાં જોતાં પ્રાણ પ્રવાહ પકડી શકાય. પ્રાણપ્રવાહને જોતાં જતાં સૂક્ષમ શરીરનાં પ્રકંપને પકડી શકાય અને તેનાથી આગળ જતાં સૂકમતમ શરીર-કર્મશરીરનાં પ્રકંપનેને અનુભવ થઈ જાય, ચૈતન્યનાં સ્પંદને પણ અજ્ઞાત ન રહે. જ્યારે આનંદને તે મહાશ્રોત આપણું પકડમાં આવી જાય છે, ત્યારે બહારનું જગત નીરસ લાગવા માંડે છે. આપણું
58
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org