________________
શરીરમાં અગણિત પરિવર્તને થઈ રહ્યાં છે. અગણિત પરિ
મને થઈ રહ્યાં છે. હજારો ઘટનાઓ ઘટિત થઈ રહી છે. તે પણ મનુષ્યને કંઈ ખબર નથી. તે જાણી નથી શકતે કે કંઈક થઈ રહ્યું છે તેનું કારણ છે કે તે સંવેદનાને પકડી જ નથી શકતે. ખૂબ ઊંડાણમાં ધ્યાન દેવાથી જ ખબર પડે છે કે શરીરની અંદર કેટલી સક્રિયતા છે. નાડી ચાલી રહી છે. લેહી ફરી રહ્યું છે. હૃદય ધબકી રહ્યું છે. સૂક્ષ્મ બન્યા વિના તે બધાંધી ખબર જ નથી પડતી. આપણું મન પણ એટલું સ્થૂળ થઈ ગયું છે કે તે સ્થળને જ પકડી શકે છે, સૂફમને પકડી નથી શકતું. સૂક્ષ્મને પકડવા માટે મનને સૂક્ષ્મ બનવું પડે છે. સાધનાને ક્રમ મનને સૂક્ષ્મ બનાવવાને ક્રમ છે. મનની યાત્રા જેમ જેમ આગળ વધતી જશે, મન સૂક્ષ્મ થતું જશે અને પછી આપણે સૂક્ષ્મને પકડવા માટે સૂક્ષમ થઈ જઈશું. જ્યારે સૂક્ષ્મ પકડાશે ત્યારે સ્થળની પકડ છૂટી જશે, ત્યારે સ્થૂળ સંવેદને છૂટતાં જશે અને સૂક્ષમ સંવેદને હસ્તગત થતાં જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org