________________
મુખી છે અર્થાત આપણે બહારથી અંદરની તરફ જઈએ. ચેતનાને એકદમ બહારના સ્તરથી શરૂ કરીને આપણે અનુકમે અંદરને અંદર ઊંડા ઊતરીએ અર્થાત્ આપણે સ્થૂળથી સૂક્ષમ તરફ જઈએ. પહેલાં શરીરનાં સ્થૂળ પ્રકંપનેને સાક્ષાત્કાર કરીએ, પછી શરીરની અંદર થનાર સૂક્ષ્મ પરિવર્તનને સાક્ષાત્કાર કરીએ, રસાયણોને સાક્ષાત્કાર કરીએ, શરીરનું સંચાલન કરનારી વિદ્યુતને સાક્ષાત્કાર કરીએ, પછી તે બધાનું સંચાલન કરનારી પ્રાણ-ધારાને સાક્ષાત્કાર કરીએ. જ્યારે આ બધાને સાક્ષાત્કાર કરીએ છીએ, તે સૂક્ષમ શરીરને સાક્ષાત્કાર થવા લાગે છે. તે પછી અતિ સૂક્ષ્મ શરીરમાં થનારાં પ્રકંપનેને પણ સાક્ષાત્કાર થવા લાગે છે, કમ–સંસ્કારોને સાક્ષાત્કાર થવા લાગે છે. છેવટે ચૈતન્યને સાક્ષાત્કાર થાય છે, આત્માનું દર્શન થાય છે.
શરીરનું ઊંડાણ શરીર પ્રેશાના પ્રયાગ વખતે કહેવામાં આવે છે કે ઊંડા ઊતરે. પ્રશ્ન થઈ શકે—કયાં જઈએ? શરીરની ઊંડાઈ આગળથી પાછળ સુધી વંતભર જ છે. એટલું ઊંડાણ ક્યાં છે કે ઊંડાણમાં જઈએ ? આપણું શરીર તે એટલું નાનું, પાતળું અને સાંકડું છે કે ત્યાં તે ઊંડાણ જેવી કોઈ વસ્તુ જ નથી. જે આપણે ચર્મચક્ષુથી જઈશું તે ઊંડાણની વાત સમજવામાં નહીં આવે. પરંતુ જ્યારે આપણે ચેતનાનાં સ્તરે જોઈએ છીએ, સૂક્ષમ જગતમાં પ્રવેશ કરીએ છીએ, ત્યારે આપણને ખબર પડે છે કે આ શરીરની અંદર એટલાં ઊંડાણે છે, જેટલાં દુનિયાની કઈ વસ્તુમાં નથી. આ બધાં
62
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org