Book Title: Prekshadhyana Sharir Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 67
________________ પાંચ | શરીર–પેક્ષાના લાભ શરીર–પ્રેક્ષાનું મહત્ત્વપૂર્ણ પરિણામ છે–પ્રાણ પ્રવાહનું સંતુલન. શરીર–પ્રેક્ષા આધ્યાત્મિક પ્રક્રિયા છે. સાથે સાથે જ તે માનસિક અને શારીરિક પ્રક્રિયા પણ છે. આરોગ્ય જાળવવા માટે એક કીમતી ઉપચાર છે–પ્રાણચિકિત્સા. શરીર–પેક્ષા કરનાર માત્ર આધ્યાત્મિક પ્રગ જ નથી કરતે, સાથે સાથે પ્રાણચિકિત્સાને પ્રયોગ પણ કરી રહ્યો છે. બીમારી દૂર કરવાને ઉપાય કરી રહ્યો છે, પ્રેક્ષા છે-પ્રાણુનું સંતુલન માણસ બીમાર કેમ પડે છે? એક ડોકટર કહેશે કે જર્સના કારણે પડે છે. રેગ-નિરોધક શક્તિ ઓછી થઈ જાય છે, એટલે બીમાર પડે છે. એક આયુર્વેદિક વૈદ્ય કહેશે કે વાત, પિત્ત અને કફની ગરબડથી બીમાર પડે છે, પરંતુ અધ્યાત્મની સાધના કરનાર આ બને મતને સ્વીકાર નહીં કરે. તેને ઉત્તર હશે કે પ્રાણશક્તિમાં અસંતુલન થાય છે, એટલે માણસ બીમાર પડે છે. જે પ્રાણશક્તિનું સંતુલન જળવાઈ રહે તે માણસ બીમાર પડી શકે નહીં. અસંતુલન જ મનુષ્યને બીમાર બનાવી રહ્યું છે. ક્યાંક પ્રાણુ વધી જાય અને ક્યાંક પ્રાણ ઘટી જાય, તે સંતુલન ખેરવાઈ જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76