________________
આખા શરીરમાં પ્રાણધારાનું એક સંતુલન હોવું જોઈએ. વિપ્રવાહ સંતુલિત રહે જોઈએ. તે સંતુલન બગડવાથી માણસ બીમાર પડી જાય છે, દર્દ થાય છે, શરીર નકામું બની જાય છે, કોઈ અવયવની કામ કરવાની શક્તિ ઘટી જાય છે, પીડા થાય છે, વેદના થાય છે. બધું એટલા માટે થાય છે કે પ્રાણનું સંતુલન બગડેલું હોય છે. પ્રેક્ષા કરનાર સંપૂર્ણ શરીરને જુએ છે. માથાથી પગ સુધી જુએ છે. જેવાને અર્થ એ છે કે જ્યાં ચિત્ત જાય છે, ત્યાં પ્રાણ જાય છે. ચિત્ત અને પ્રાણ બને સાથે સાથે જાય છે. ચિત્ત જે જગ્યાએ કેન્દ્રિત થશે, પ્રાણને તેની સાથે જવું જ પડશે. પ્રાણ ચિત્તને અનુચર છે, અનુગામી છે. આખા શરીરમાં ચિત્તની યાત્રા થાય છે. તેને અર્થ છે કે આખા શરીરમાં પ્રાણની યાત્રા થાય છે. જે સંતુલન બગડેલું હતું, તે સંતુ લન ફરી ઠીક થઈ જાય છે. સમગ્ર શરીર પ્રાણુથી ભરાઈ જાય છે. શરીર–પ્રેક્ષાને પહેલે ઉદ્દેશ્ય છે–પ્રાણુનું સંતુલન. તેની નિષ્પત્તિ છે–પ્રાણનું સંતુલન. શરીર–પ્રેક્ષા વડે સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત ચૈતન્યને જાગ્રત કરી શકાય છે. પ્રાણ-પ્રવાહને સંતુલિત કરી શકાય છે, જ્ઞાન–તંતુઓ તેમજ કર્મ–તંતુઓની ક્ષમતા વધારી શકાય છે. પરિણામસ્વરૂપે જ્યાં ચેતના પર આવેલ આવરણ દૂર થાય છે, ત્યાં સાથે જ પ્રાણ-શક્તિ, જ્ઞાનતંતુઓ તેમ જ કર્મ–તંતુઓના પૂરેપૂરા ઉપગ તથા માંસપેશીઓ અને રક્ત-સંચરણ (blood circulation) ની ક્ષમતામાં સંતુલનને લીધે અભીષ્ટ માનસિક તેમ જ શારીરિક લાભ પ્રાપ્ત કરી શકાય છે.
67
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org