________________
જોવાના પ્રયોગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેનું મહત્ત્વ ત્યારે જ અનુભવાય છે જ્યારે ચિત્તની સ્થિરતા, દેઢતા અને સ્પષ્ટતાથી દૃશ્યને જોવામાં આવે. શરીરનાં પ્રક'પનાને જોવાં તેની અંદર પ્રવેશી અ`દરનાં પ્રક'પનાને જોવાં, મનને બહારથી અંદર લઈ જવાની પ્રક્રિયા છે. શરીરનું જેટલું કદ છે, તેટલું જ આત્માનું કદ છે. જેટલું આત્માનું કદ છે, તેટલું જ ચેતનાનું કદ છે. આનું તાત્પર્ય એ છે કે શરીરના કણેકણમાં ચૈતન્ય વ્યાપ્ત છે, એટલા માટે શરીરના પ્રત્યેક કણમાં સંવેદન થાય છે. તે સંવેદનથી ચિત્ત પેાતાના સ્વરૂપને જુએ છે. પોતાના અસ્તિત્ત્વને જાણે છે અને પેાતાના સ્વભાવને અનુભવે છે. શરીરમાં થનાર સંવેદનાને જોવાં તે ચૈતન્યને જોવા ખરાબર છે, તેના માધ્યમથી આત્માને જોવા ખરાખર છે.
અનુભવની પ્રક્રિયા
શરીર-પ્રેક્ષાની આ પ્રક્રિયા અંતર્મુખ થવાની પ્રક્રિયા છે. સામાન્ય રીતે બહારની બાજુ પ્રવાહિત થનાર ચૈતન્યની ધારાને અંદરની તરફ પ્રવાહિત કરવાનું પ્રથમ સાધન સ્થૂળ શરીર છે. શરીર પ્રેક્ષામાં પહેલાં શરીરના બાહ્ય ભાગને જોવામાં આવે છે, પછી શરીરની અંદર મનને લઇ જઈને અંદરના ભાગને જોવામાં આવે છે. શરીરનાં સ્થૂળ અને સૂક્ષ્મ સ્પદનાને જોઇએ છીએ. શરીરની અંદર જે કઈ છે, તેને જોવાના પ્રયત્ન કરીએ છીએ. આપણી કેષ-સ્તરીય ચેતના જે દરેક કોષની પાસે છે, તેને આપણે પ્રેક્ષા દ્વારા
57
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org