________________
સ્વરૂપની યાત્રાને પહેલે પડાવ છે શ્વાસ-દર્શન. બીજે. પડાવ છે–શરીર-દર્શન, શરીર–પ્રેક્ષા. શરીરને જેવું–આ ઘણું વિચિત્ર વાત લાગે છે કે જે શરીરમાં આપણે જીવી રહ્યા છીએ, જે આપણું સૌથી નિકટનું મિત્ર છે, તેને આપણે શું જોઈશું? તેમાં લેવાનું શું છે? આ પ્રશ્નો ત્યાં સુધી હોય છે જ્યાં સુધી આપણે જોવાનું શરૂ નથી કરતા. જેવાની શરૂઆત કરતાં જ બધા પ્રશ્નો અદશ્ય થઈ જાય છે. શરીરમાં ઘણું બધું છે જેવાનું. જોતાં રહીએ. ક્યારેય પૂરું નહીં થાય. રોજ રોજ નવા નવા અનુભવ થતા રહેશે. પછી લાગશે કે શરીરમાં એટલું જોવાનું છે કે તે કદિ પૂરૂં જ નથી થતું. બીમારીને પત્તો લાગે તે માટે ડોકટર પણ શરીરની અંદર જ જુએ છે. ડૉકટર જેટલી અધિક નિપુણતા અને સૂક્ષમતાથી શરીરને જોઈ શકે છે, તે બીમારીનું તેટલું સાચું નિદાન કરી શકે છે. તે નાડી પર પિતાની આંગળીઓ
ઠવે છે. નાડીના ધડકાર તે પકડે છે. અન્યોન્ય સૂક્ષમ સ્પંદનેને પકડવા પ્રયત્ન કરે છે અને પછી તે સ્પંદનેને આધારે બીમારીના મૂળને પકડીને નિદાન પ્રસ્તુત કરે છે. તે સમગ્ર શરીરને તપાસી જાય છે. અન્તમાં તે જાણી લે છે કે શરીરમાં શું થઈ રહ્યું છે. કેવળ ચિંતનના આધારે આમ ન થઈ શકે. ડોકટર ઊંડાણમાં જઈને જ સૂક્ષ્મતમ કારણોને પકડી પાડે છે. ઊંડાણમાં જોવા માટે ભલે ને તે ઉપકરણને ઉપયોગ કરે, પરંતુ ઊંડાણમાં ઊતર્યા વિના જે મેળવવાનું છે તે મેળવી શકાતું નથી. ધ્યાન દ્વારા પણ ઊંડાણમાં જઈ શકાય છે. ધ્યાન દર્શન છે, ઊંડાણમાં જોવાની પ્રક્રિયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org