________________
શક્તિ પણ છે. ભાષા એક પર્યામિ છે, તે એક પ્રાણ-શક્તિ પણ છે. મન એક ભૌતિક શક્તિ છે, તેા તે એક પ્રાણશક્તિ પણ છે. આપણે ભૌતિક પદાર્થ અને આત્માને વહેચી નથી શકતા.
શરીર પ્રમુખતા
મન સ્વતંત્ર નથી. શરીર મનને પેદા કરે છે. વચન સ્વતંત્ર નથી. શરીર વચનને પેદા કરે છે. આપણું સ્વરતંત્ર વાણીને પેદા કરે છે. આપણું શ્વસન-ત ંત્ર શ્વાસની પરંપરાને ચલાવે છે. શ્વાસ સ્વતંત્ર નથી. શરીર શ્વાસને ઉત્પન્ન કરે છે. આપણું મગજ મનને પેદા કરે છે. આ બધાંને પેદા કરવાની પૂરેપૂરી વ્યવસ્થા આપણા શરીરમાં છે. શરીર આ બધાંને પેદા કરે છે. આ શરીરશાસ્ત્રીય દૃષ્ટિકણુ છે. અધ્યાત્મ-શાસ્ત્રીય દૃષ્ટિકોણ બીજે છે. જૈન આગમે। અનુસાર જેટલા પરમાણુ, જેટલા પુદ્ગલ (ભૌતિક પદાર્થ) બહારથી લેવામાં આવે છે, તેમને લેવા માટેનુ એકમાત્ર માધ્યમ છે : આપણું શરીર. વાસ્તવમાં ચચળતાનું એક માત્ર સૂત્ર છે : શરીર. શરીર વચનના પરમાણુ ગ્રહણ કરે છે. વચનના પરમાણુઓને તે ભાષાના રૂપમાં બદલે છે. જ્યારે વચનના પરમાણુઓનું વિસર્જન થાય છે, વિસ્ફોટ થાય છે, ત્યારે ભાષા શબ્દરૂપે સંભળાય છે. તે ક્ષણનું નામ ‘વચન' છે. મકીનું બધું કામ શરીરે જ કરવું પડે છે. વચનની આખી ય પ્રક્રિયા શરીર સંભાળે છે, પૂરેપૂરી જવાબદારી શરીરની છે એટલે વચનને શરીરથી સર્વથા પૃથક્ નથી કરી શકાતું. શરીરના એક ભાગ છે—વચન. મનને પણ શરીરથી પૃથક્
50
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org