________________
સંપર્ક તૂટી જાય છે. ચિત્ત જ્યારે અંદર જ જેવા લાગે છે, ત્યારે પિતાની સમગ્ર શક્તિનું નિજન અંદર થાય છે, તે સમયે સહુથી પહેલાં શ્વાસનું દર્શન થાય છે. સહજભાવે શ્વાસપ્રેક્ષા થઈ જાય છે, પ્રેરણાની જરૂર નથી પડતી. કંઈ કહેવાની જરૂર નથી રહેતી. ચેતના અંદર વળી કે પહેલું કાર્ય થશેશ્વાસ-દર્શન. આપિઆપ પત્તો લાગશે કે આ શરીરની અંદર એક ઘટના ઘટી રહી છે. પહેલી ઘટના-શરીર સ્થિર, શાંત પરંતુ શ્વાસ ચાલી રહ્યો છે. ખૂબ મંદ ગતિથી ચાલી રહ્યો છે. દીર્ઘશ્વાસ આપોઆપ થઈ જશે. દીર્ઘ શ્વાસ, મંદ શ્વાસ-આ સહજ નિયમ છે શરીરને. જ્યારે શરીર ચંચળ હશે, શ્વાસ ટૂંકે હશે. શરીર સ્થિર હશે, શ્વાસ લો થઈ જશે–દીર્ઘ થઈ જશે. શ્વાસની સ્થિરતા શરીરની સ્થિરતા પર નિર્ભર છે. શરીર જેટલું ચંચળ હોય છે, તેટલી જ શ્વાસની ગતિ વધતી જાય છે, સંખ્યા વધતી જાય છે, શ્વાસ ટૂંક થતું જાય છે. એક મિનિટમાં ૧૬ શ્વાસ લેનાર વ્યક્તિના શરીરની ચંચળતા જ્યારે વધી જાય છે ત્યારે શ્વાસની સંખ્યા પણ ૨૦, ૨૫, ૩૦ આમ આગળ ને આગળ વધતી જાય છે. ૬૦, ૭૦ સુધી પણ પહોંચી જાય છે. શરીર શાંત થયું કે શ્વાસની સંખ્યા ઓછી થવા લાગશે. શ્વાસની લંબાઈ વધી જશે, શ્વાસ આપોઆપ મંદ થઈ જશે. શ્વાસની મંદતાને નિયમ સ્થિરતા સાથે જોડાયેલ છે.
સમાધિ માટે શરીર–પ્રેક્ષાની વાત સાંભળીને તમને કંઈક અટપટું લાગતું હશે. આવ્યા હતા ધ્યાન શીખવા અને અમને
52 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org