________________
તથા કટિરેખાથી બરાબર ઉપર પીઠની તરફ શરીરની મધ્યરેખાની બન્ને બાજુએ હોય છે, અને કિડની ચરબીના મેટા પિંડની અંદર જડેલી હોય છે, જેનાથી તેમની રક્ષા પણ થાય છે અને તેમને આધાર પણ મળે છે. મૂત્રવાહિની (યુરેટસ)
પ્રત્યેક કિડનીમાં મૂત્રનું ઉત્પાદન સતત વીસે કલાક ચાલુ હોય છે. તે ટીપે ટીપું બની મૂત્રવાહિનીના માધ્યમથી મૂત્રાશય (બ્લેડર)માં ટપક્યા કરે છે અને ત્યાં સંગ્રહિત થાય છે. પ્રત્યેક મૂત્રવાહિની એક લાંબી માંસપેશીય નળી રૂપ હોય છે. આ નળીની લંબાઈ ૨૫ થી ૩૦ સેમીટર અને તેને વ્યાસ ૪થી ૫ મિલીમીટર જેટલું હોય છે. મૂત્રાશય (બ્લેડસ).
મૂત્રાશય એક એ થેલી જેવો અવયવ છે જેમાં વિસ્તૃત થવાની ક્ષમતા હોય છે. તેનું સ્થાન નાભિની નીચે કમરની પિલાણમાં છે. જેમ જેમ મૂત્ર ભરાતું જાય છે, તેમ તેમ તે ઉપર પેટ તરફની દિશામાં ફૂલે છે. બને મૂત્ર-વાહિનીઓ મૂત્રાશયના ઉપલા ભાગમાં મૂત્રાશયની અંદર કેટલાક સેન્ટીમીટર સુધી ઘૂસી ગયેલી હોય છે. મૂત્રમાર્ગ (યુરેથા)
મૂત્રાશયમાંથી મૂત્રને બહાર કાઢવા માટે એક નળી હૈય છે, જે શરીરની બહાર એક છિદ્ર દ્વારા ખૂલે છે. તે સ્ત્રી-પુરુષ બનેમાં હોય છે. સ્ત્રીઓમાં આ નળી અપેક્ષાએ નાની હોય છે –લગભગ ૨.૫ થી ૩ સેન્ટીમીટર લંબાઈની,
36
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org