Book Title: Pratikraman Sutra Vivechana Part 02 Author(s): Chandrashekharvijay Publisher: Kamal Prakashan View full book textPage 8
________________ આવું છે; પ્રસ્તુતમાં આ મહાન સૂત્ર; જેનું શાસ્ત્રીય નામ છે; સામાયિક–દણ્ડક સૂત્ર. પરમેષ્ઠી નમસ્કાર કરતાં પણ સામાયિકનું મહત્ત્વ અપેક્ષાએ ઘણું વધારે કહી શકાય. માનવજીવનનું એકમેવ કર્તવ્ય જે કઈ હોય તો તે સામાયિક–ભાવની સાધના છે. એ સાધનાને સિદ્ધ કરવા માટે એના સાધકને અને સિદ્ધોને –પંચ પરમેષ્ઠી ભગવંતોનેત્રિકરણને નમસ્કાર છે. ગુણએને વંદન કર્યા વિના તે તે ગુણની પ્રાપ્તિ સંભવિત નથી એટલે સામાયિક ભાવના સાધકે સામાયિકભાવના સ્વામીઓને વંદન અવશ્ય કરવું જોઈએ. - આ ઉપરથી સમજાશે કે સામાયિકભાવ તે મુખ્ય છે, અને તેની સિદ્ધિ માટે પરમેષ્ઠી નમસ્કાર તે પ્રથમ મંગલ છે. મુખ્ય તે મુખ્ય અને પ્રથમ તે પ્રથમ. પ્રથમ તે મુખ્ય નથી અને મુખ્ય તે પ્રથમ નથી. કબજીઆતના દદી માટે શક્તિ માટે દૂધપાન તે જ મુખ્ય છે પણ પ્રથમ તો મગનું પાણી જ છે. ભૂખ્યા માણસ માટે ભેજન મુખ્ય છે પણ પ્રથમ તે ચૂલે અને કોલસા જ છે. વિદ્યાર્થીને પરીક્ષામાં ઉત્તીર્ણ થવું તે મુખ્ય છે પણ પ્રથમ તે માતા દ્વારા મંગલરૂપે દહીંનું થોડુંક પણ સેવન છે. સામાયિકમાવની સાધના જ આપણા જીવનનું એકમેવ કર્તવ્ય છે તેના માટે પ્રથમ પરમેષ્ઠી નમસ્કાર છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 216