Book Title: Prashamrati Prakaran
Author(s): Umaswati, Umaswami, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 8
________________ સંપાદકીય નિવેદન ૩૧૪ સંસ્કૃત શ્લોકમાં રચાયેલા “પ્રશમરતિ” ગ્રંથમાં જૈનધર્મનું સારભૂત તત્ત્વ આલિખિત છે. તેની લી વિશદ અને સરળ છે, તેનું વિષયપ્રતિપાદન વ્યવસ્થિત અને સુગ્રથિત છે. આપણે સૌએ તેને સ્વાધ્યાય, તેનું વાચન તેમ જ મનન કરવા જોઈએ. તેને ઉપદેશ એ છે કે તેને વિવેકપૂર્વક નિષ્ઠાથી આચરણમાં ઉતારવાથી આત્મશુદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ અવશ્ય થાય જ. આવા તે ગ્રંથને પરિચય આપણે કરીએ. શીર્ષક--આ કૃતિનું શીર્ષક “પ્રશમરતિ છે. પ્રશમરતિ એ પ્રશમ અને “રતિ એ બે શબ્દોને બનેલ સામાસિક શબ્દ છે. પ્રશમરતિ એટલે પ્રશમને આનંદ. “પ્રશમ'માં શમ” શબ્દ શમન, ઉપશાન્તિને અર્થ આપે છે. શમનમાં ફરીથી આવિર્ભાવને સંભવ છે. પરંતુ “શમ'ની આગળ રહેલા “પ્ર” ઉપસર્ગને અર્થ છે “આત્યંતિક.” આ શમન આત્યંતિક છે, એને અર્થ એ કે જેમનું શમન થયું હોય તેમના આવિર્ભાવને ફરી સંભવ જ નથી. આમ “પ્રશમાને અર્થ “આત્યંતિક શમન છે, અર્થાત્ “પ્રશમાને જૈન પારિભાષિક અર્થ થશે ક્ષય.” પ્રશમ કોને? રાગદ્વેષને. પ્રશમરતિ એટલે રાગદ્વેષના ક્ષયને આનંદ--રાગદ્વેષના ક્ષયથી જન્મતે આનંદ. જેટલા રાગદ્વેષ ઓછા તેટલી ચિત્તની શક્તિ વધારે અને પરિણામે સુખ વધારે. આ તે સૌના અનુભવની વાત છે. હવે જે રાગદ્વેષને આત્યંતિક નાશ સંભવ હોય તે આત્યંતિક શાન્તિ અને સુખ સંભવે. પરંતુ કેટલાક રાગદ્વેષના આત્યંતિક નાશને સંભવ સ્વીકારતા નથી. તેઓ નીચે પ્રમાણે દલીલ કરે છે – વ્યક્તિ જમે છે ત્યારે રાગદ્વેષ સાથે જ જન્મે છે અને મરે છે ત્યારે પણ તેના રાગદ્વેષ નાશ પામ્યા હતા નથી. રાગદ્વેષની સંતતિ સ્વાભાવિક છે, અનાદિ છે. એટલે તેને ઉચ્છેદ શક્ય નથી. આની સામે લગભગ બધા જ ભારતીય દાર્શનિક જણાવે છે કે રાગદ્વેષને ઉચ્છેદ શક્ય છે તે સુષુપ્તિના દૃષ્ટાન્તથી સમજાય છે. સ્વરહિત સુષુપ્તિમાં રાગદ્વેષ ઉદ્ભવતા નથી. સુષુપ્તિની અવસ્થા થોડા સમયગાળાની હોય છે જ્યારે મોક્ષની અવસ્થા અનન્ત કાળની હોય છે. સુષુપ્તિમાંથી જાગૃતાવસ્થા થાય છે પરંતુ મોક્ષાવસ્થામાંથી સંસારાવસ્થા થતી નથી. એટલે સુષુપ્તિમાંથી જાગેલાને પુનઃ રાગદ્વેષ ઉદ્દભવે છે, જ્યારે મુક્તને પુનઃ રાગદ્વેષ ઉદ્ભવવાને સંભવ નથી. આમ કેમ? સુષુપ્તિની અવસ્થા રાગદ્વેષની ઉપશાન્તિની છે જ્યારે મોક્ષની અવસ્થા રાગશ્રેષના ક્ષયની છે. રાગદ્વેષેપશાન્તિની અલ્પકાલીન અવસ્થા રાગદ્વેષના આત્યંતિક ક્ષયની અનંતકાલીન અવસ્થાની સંભવિતતાને સૂચવે છે. વળી, તેઓ કહે છે કે રાગદ્વેષ આત્મદ્રવ્યના ધર્મો હોવા છતાં આત્મદ્રવ્યનું સ્વરૂપ જેમ નિત્ય છે તેમ તેઓ નિત્ય નથી. તેથી તેમનો અત્યંત ઉછેદ શક્ય છે. ઉપરાંત, તેઓ જણાવે છે કે રાગદ્વેષ સ્વાભાવિક નથી એટલે તેમનું કારણ છે. રાગદ્વેષનું કારણ મિથ્યાજ્ઞાન-મિથ્યાદર્શન છે. આ મિયાજ્ઞાનને નાશ તેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 749