________________ મળકા સાથે ભાષાંતર 1 11 દ્રવ્યસ્થિતિકાળ કરતાં ભાવસ્થિતિકાળ અસંખ્યાત ગુણો છે. કારણ કે સંઘાત તથા ભેદથી દ્રવ્યસ્થિતિકાળ ચાલ્યા જાય છે, પણ દ્રવ્યની અંદર રહેલ રૂપ રસાદિ તે ચાલ્યા જતા નથી. સંઘાત કહેતાં અમુક પરમાણુઓનું મળવું. ભેદ કહેતાં અમુક પરમાણુઓનું જુદું પડી જવું. આ મુજબ થવાથી દ્રવ્યઅદ્ધા જાય છે, પણ ભાવશ્રદ્ધા કાયમ ટકે છે. તે દ્રવ્યગત રૂપાદિ તદન ચાલ્યા જાય, તેજ ભાવઅદ્ધા ગયે જાણ. ૧ર વ્યસ્થિતિકાળ, ભાવસ્થિતિકાળ સાથે નિયમિત છે. પણ ભાવસ્થિતિકાળ દ્રવ્યસ્થિતિકાળ સાથે નિયમિત નથી. કારણ કદાદિથી કેટલાક પરમાણુઓ ચાલ્યા જાય છે, છતાં રૂપ, રસ, ગંધ તથા સ્પર્શ આ ચારમાં ફેર પડતી નથી. માટે ભાવસ્થિતિકાળ વધારે છે. શિષ્યશંકા. 13 આ કહેલ બાબત એકાંત નથી, જે દ્રવ્ય ચાલ્યું જાય ને ભાવઅદ્ધા ટકી રહે. ઘટાદિકમાં પાક વખતે શ્યામ રૂપ ચાલ્યું જાય છે, ને દ્રવ્ય કાયમ રહે છે. 14 વાત બરોબર છે, પણ પટાદિકને ઘસવાથી તેના અમુક પરમાણમાં ચાલ્યા જાય છે. પણ રૂપ રસાદિ અમુક તે કાયમ ટકે છે. અહીં અમુક રૂપાદિ ને ભાવઅદ્ધા ટકવાથી વધે આવતું નથી. તેમજ ઘટાદિકના દષ્ટાંતમાં સ્થામાદિ રૂપે તદન ચાલ્યા જતા નથી, જેથી દેષાપત્તિ આવતી નથી. આ મુજબ પરમાણુસંબંધી સારાંશ પૂર્ણ થાય છે.