Book Title: Prabuddha Jivan 2016 09
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 13
________________ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ઓગસ્ટ ૨૦૧૬ પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશ્લેષક : પ્રબુદ્ધ જીવન ઃ બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેર્ષક પ્રબુદ્ધ જીવત ઃ બાર ભાવના વિશેષાંક : પ્રબુદ્ધ જીવન ઃ બાર s # G પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક પૃષ્ઠ ૧૩ ચાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવન : પ્રક્રિયા છે. અષ્ટાંગયોગમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર પછી જે છેલ્લા ત્રણ ધારણા-ધ્યાન-સમાધિ આવે છે એમાં ધારણા જેમ ધ્યાનની પૂર્વભૂમિકા છે એમ ભાવના ધ્યાનની પૂર્વભૂમિકા છે જેને ધારણા સાથે સરખાવી શકાય. ‘વૈશવન્યશ્ચિત્તસ્ય પારખ।' અર્થાત ચિત્તને કોઈ એક સ્થાન પર કેન્દ્રિત કરવાની પ્રક્રિયા ધારણા છે. એ જ રીતે આત્મહિત સંબંધી પારમાર્થિક બાબતનું ચિંતવન ભાવના છે. પ્રયત્નપૂર્વકના વિચારો જ ધારણા કે ભાવના છે. ભાવના એ યોગનું જ એક અંગ છે. ભાવનામાં મોંયોગને કેળવવાનું છે. મનોયોગ ચિંતનમાં સ્થિર થઈ જાય ત્યારે ભાવના ભવનાશિની બની જાય છે. કારણ કે ભાવનાથી ઘણાં કર્મો ખપી જાય છે. ભાવના થોડા સમયમાં ઘણાં કર્મો ખપાવી દે છે. દા.ત. એક મજૂર ૧૦ કલાકે સખત મજૂરી કરીને ૨૦૦ રૂપિયા કમાય છે અને એક બુદ્ધિની એક ફોન કરીને ૧૦ સેકંડમાં ૨૦૦ રૂપિયા રહે છે, એમ ભાવના જો પ્રયોગમાં આવી જાય તો અનેક વિચારોના ઝમેલામાંથી યોગ્ય વિચારને ગ્રહણ કરે છે અને એ યોગ્ય વિચાર બુદ્ધિજીવી જેવું કાર્ય કરી જાય છે. જેથી ઘણાં કર્મો ખપી જાય છે. એ રીતે વિચારતા ‘તત્ત્વનુંવિન્તનમનુપ્રેક્ષા:।' અર્થાત્ ‘તત્ત્વચિંતન’ એ અનુપ્રેક્ષા છે.' આમ અનુપ્રેક્ષા કે ભાવના તાત્ત્વિક ચિંતન છે. ભાવના કે અનુપ્રેક્ષાનો આધાર મન ઉપર છે અને મનનું કામ વિચારવાનું છે. આ અર્થમાં ભાવના વિચારાત્મક છે. વિચાર ઘૂંટાય ત્યારે તે ભાવના બને છે. અનેક વિષયો જન્મે છે અને નષ્ટ થાય છે. પણ એ દરેક વિચાર ભાવનાનું સ્વરૂપ ન પામે; પરંતુ જે વિચાર આત્મહિત માટે સતત મગજમાં ઘૂમરાયા કરે અને પછી રૂઢ થઈને દુષ્ટ વિચારોનો કચરો કાઢીને શુભ વિચારો દ્વારા પરમ સુખદાયક મોક્ષને પ્રાપ્ત કરાવવામાં નિમિત્ત બને છે એ અર્થમાં અને ઈનવોશિંગ કહી શકાય. જે વ્યક્તિ જે પ્રકારની ભાવનાથી પોતાના આત્માને ભાવિત કરે છે તે રૂપમાં તે બદલાઈ જાય છે એટલે કહી શકાય કે જેવી ભાવના તેવા બનવાની સંભાવના. આજનું મનોવિજ્ઞાન પણ માને છે કે વિચારમાં એક પ્રકારની શક્તિ રહેલી છે. એટલે કોઈ પણ વિચારનું વારંવાર પુનરાવર્તન કરીએ કે તેને અનુકૂળ બીજા વિચારો વડે પુષ્ટ કરીએ તો એ શક્તિ વિકાસ પામે છે અને તેની પોતાના જીવન પર તેમજ અન્ય પ્રાકૃતિક પદાર્થો પર અસર થાય છે. એટલે જ મનોવૈજ્ઞાનિકો પણ પોઝિટીવ થિન્કીંગ પર ભાર મૂકે છે. એનાથી સ્ટ્રેસ, ડીપ્રેશન જેવા રોગો પણ મટી શકે છે. જ ભાવના વસ્તુરૂપે શું છે? એના ઉત્તરમાં શાસ્ત્રકાર ભગવંતો જણાવે છે કે તે એક શુભ વિચારમય એક પ્રકારની મનોવૃત્તિ છે. ભાવનાનું બીજું નામ અનુપ્રેક્ષા છે. અનુપ્રેક્ષાશબ્દમાં અનુ અને મેં ઉપસર્ગ ક્ષ ધાતુ કે જોવાના અર્થમાં છે તે લઈને અનુપ્રેક્ષા શબ્દ બન્યો છે. માત્ર જોવું એટલો જ અર્થ નહિ, પરંતુ ઉપસર્ગો અર્થમાં પરિવર્તન લાવે છે. તેથી અનુપ્રેક્ષા એટલે ચારે બાજુ શું શું છે? કયા અને કેવા પદાર્થ છે–ભાવો છે ? તે જોઈને આત્માનો નિર્ણય કરવો એ અનુપ્રેક્ષા છે. જોવાની ટેવ બધાને છે. સુપરવાઈઝ૨, વોચમેન વગેરે જુએ છે પણ એ બાહ્ય નિરીક્ષણ છે. જ્યારે ભાવનામાં આત્મ-નિરીક્ષણ કરવાનું છે. ભાવનામાં આત્મહિત સંબંધી વારંવાર ચિંતવના કરવાની હોય છે માટે જ અને અનુપ્રેક્ષા પણ કહેવાય છે. જેનું વારંવાર ચિંતન કરવું પડે તેને અનુપ્રેક્ષા કહેવાય. અનુપ્રેક્ષા ચિંતવન સ્વરૂપ હોવાને કારણે જ્ઞાનાત્મક છે, ધ્યાનાત્મક નથી પણ ધ્યાન પૂર્વેની વિવિધ ગ્રંથોને આધારે ભાવનાનો અર્થ-વ્યાખ્યા-સ્વય ભાવના શબ્દનું મૂળ ભાવમાં છે અને ભાવ શબ્દ વિચાર, સ્મરણ, ઇચ્છા, રુચિ, ઉલ્લાસ, ગુણ વગેરે અનેક અર્થોમાં વપરાય છે. અહીં ભાવ શબ્દનો પ્રયોગ વિચાર અને સ્મરણ એક અન્ય દુષ્ટિએ જોઈએ તો ‘ભાવના’ શબ્દ આયુર્વેદની પરિભાષાનો છે. ઔષધ નિર્માણ કરવાની પદ્ધતિઓમાં અમુક ઔષધિને ભાવના આપવાની વિધિ હોય છે. દા. ત. કોઈ દ્રવ્યને ત્રિફલાની ભાવના અપાય, તો કોઈને લીંબુના રસની ભાવના અપાય. આ ભાવના, જરૂ૨ પ્રમાણે એકવીસ વખત, પચાસ વખત, સૌ વખત એમ અપાય છે. આ રીતે જ્યારે ભાવના આપીને ઔષધિને ઘૂંટી ઘૂંટીને તૈયાર કરવામાં આવે છે ત્યારે તે ઔષિધ ત્ર વિશેષ કામયાબ નિવડે છે. આયુર્વેદની પરંપરા મુજબ રસાયણ ઔષધિ રોગને જડમૂળથી ઉખાડી શકે છે. ભાવનાનો સામાન્ય અર્થ છે અભિલાષા, ઈચ્છાવૃત્તિ, કામના, વાસના, વાંછના વગેરે પરંતુ જૈનદર્શન પ્રમાણે ભાવના એક પ્રકારનો અધ્યવસાય છે. આત્માને નિર્મળ અને ભક્તિમય બનાવનાર નિરુપાધિક જીવનું પરિણામ ભાવના કહેવાય છે. • ભાવ્ય વ્યક્તિ કે વસ્તુ પ્રતિ તન્મય અને એકાગ્ર થઈ જવું અધ્યાત્મનો બુદ્ધિસંગત એવો વૃદ્ધિમાન અભ્યાસ ભાવના કહેવાય, તે ભાવના છે. તેનું ફળ અશુભ અભ્યાસથી નિવૃત્તિ અને ભાવવૃદ્ધિ છે. -રોજ પ્રર્ષને પામે તે પ્રકારનો તથા જ્ઞાનસંગત એવી અધ્યાત્મ વિષયક અભ્યાસ, પરિશીલન એ જ ભાવના કહેવાય છે. એ બે અર્થોથી થયો છે કે જેમ કે (૧) જે ભાવ વૈરાગ્યાદિ નિમિત્તે વારંવાર ભાવવામાં, વિચારવામાં આવે તે ભાવના. SING) IP) (૨) જેના પુનઃ પુનઃ સ્મરણ વડે આત્મા મોક્ષાભિમુખ થાય તે ભાવના. * : pls on " કાઢી દ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત ઃ બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત ઃ બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત ઃ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 148