Book Title: Nyayavatara
Author(s): Saumyangratnavijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 12
________________ છે. આશીર્વચનમ્ જગહિતેષી પરમાત્મા મહાવીરદેવે વૈશાખ શુક્લ એકાદશીના એ ધન્ય દિવસ.... ધન્ય ઘડી... ધન્ય પળે... જિનશાસન નામનું જહાજ ભવસમુદ્રથી તરવા વહેતું મૂક્યું... The great ship named “Jinshasan”. આ જહાજ એટલે અનેકાંતમય સ્યાદ્વાદમય પરમાત્માનું દર્શન ! આ જહાજમાં આરૂઢ થઈ ગયા બાદ ભવ્યાત્માઓ એકાંતવાદના ક્રૂર મગરમચ્છોથી સુરક્ષિત બની જાય જેમ સર્પથી ડસેલો માણસ મરવા પડે અને કો'ક પરોપકારી ગારૂડિક એ ઝેર ઉતારી નિર્વિષ બનાવે, તેમ એકાંતવાદના સર્પના સે વિષથી વ્યાપ્ત થયેલા જીવો માટે સ્યાદ્વાદદર્શન ગારુડિક મંત્ર છે – એમાં ફટુ ફટ્ અને ફૂટુ ફૂટું થી એકાંતવાદનું ઝેર ઉતરી જાય છે અને આત્મા નિર્વિષ બની પરમપદનો ભોક્તા બને છે... સ્યાદ્વાદ એ અમૃત છે, સંજીવની ઔષધ છે..... પરમકારૂણિક શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજાએ એ સ્યાદ્વાદામૃતને ન્યાયાવતાર ગ્રંથમાં ભરી જગતના ચોગાનમાં મૂક્યું છેપૂજ્ય સિદ્ધર્ષિગણિ જેવા સ્વનામધન્ય મહાપુરુષે એના પર વૃત્તિ રચી છે... પૂજ્ય હરિભદ્રસૂરિ મ.સા.એ એના પર અવચૂરિ લખી. પૂજ્ય શાંતિસૂરિ મ.સા. એ એના પર વાર્તિક બનાવ્યું... જેમ રાત્રિની અસર જીવ અને જડ, અમીર-ગરીબ, વિદ્વાન-મૂર્ખ દરેક પર થાય છે, એમ દુઃષમાકાલની અસરથી કોઈ બાકાત રહ્યું નથી – એ દુઃષમાકાલના પ્રભાવે ધરતીના જેમ રસકસ ઘટે, એમ જીવોની શક્તિઓ-ક્ષયોપશમનો પણ હ્રાસ થાય છે... ન્યાયાવતાર જેવા મહાન ગ્રંથો સંસ્કૃતમાં હોવાથી એક “હાઉ” વિદ્યાર્થીવર્ગમાં જોવા મળે કે “આમાં આપણું કામ નહીં.. આપણા ગજા બહારની વસ્તુ છે..” આ ભય દૂર કરવા અને આ મહાનું ગ્રંથના ઉત્તમ પદાર્થોનો સહુ આસ્વાદ લઈ શકે છે તે માટે મારા શિષ્યો – મુનિ સૌમ્યાંગરત્નવિજયજી અને મુનિ યશરત્નવિજયજીએ ગુજરાતી ભાવાનુવાદ - 1 કરવાનું ભગીરથ કાર્ય માથે લીધું. એનાથી અપાર 2 / Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 408