Book Title: Nyayavatar Sutra Author(s): Sukhlal Sanghvi Publisher: Shardaben Chimanbhai Educational Research Institute View full book textPage 9
________________ માયાવતાર શોધ કરવાનું બાકી છે. તેથી અત્યારે એ ગ્રંથોના પર્વાપર્યવિષે કાંઈ ચોકકસ કહેવું અસ્થાને છે. પરંતુ ન્યાયબિંદુ અને ન્યાયાવતારના ચડતા ઉતરતાપણા વિષેનો પ્રો. યાકોબીનો અભિપ્રાય અને અત્યાર સુધીના કાળજીપૂર્વકના અવલોકનથી મારો અભિપ્રાય તો એથી ઉલટી દિશામાં જાય છે. મને લાગે છે કે, ન્યાયાવતાર એ પોતાના નાના કદને લીધે કે પદ્યમય રચનાને લીધે ન્યાયબિંદુથી ઉતરતી કક્ષાનો માનવામાં આવે તો જુદી વાત છે; પણ ભાષાપ્રસાદ, વિચારસ્પષ્ટતા, અને લક્ષણોની નિશ્ચિતતા જોતાં એનું સ્થાન ન્યાયબિંદુથી જો ચડે નહિં. તો ઉતરી શકે તેમ પણ નથી જ. અને વળી પદ્યરચનામાં ન્યાયના પદાર્થોનું અતિસંક્ષેપમાં આટલા સ્પષ્ટીકરણપૂર્વક જ્યારે વર્ણન જોઈએ છીએ ત્યારે તો ન્યાયાવતારને ઉલટું ઉચ્ચ સ્થાન આપવાનું મન થઈ જાય છે. ગમે તેમ હો પણ એટલું તો ચોકકસ છે કે ન્યાયાવતાર એ જૈનતર્કગ્રન્થોનો પ્રથમ પાયો છે. એણે જૈનતર્કપરિભાષાનું જે પ્રસ્થાન શરૂ કર્યું તે અત્યાર સુધી અખંડિત છે. તેથી જ એના પ્રણેતા સિદ્ધસેન દિવાકરને જૈનતર્કશાસ્ત્રના પ્રસ્થાપક કહેવાનું અને માનવાનું પ્રાપ્ત થાય છે. ન્યાયાવતારની એ વિશિષ્ટતા અભ્યાસીઓના ધ્યાનમાં વધારે આવે તે હેતુથી અને ઐતિહાસિક ગવેષણમાં કંઈક માર્ગ સૂચન થાય એવા હેતુથી ન્યાયાવતારનો પરિચય કરાવતાં આ સ્થળે તેની મુખ્યપણે ન્યાયપ્રવેશ અને ન્યાયબિંદુ સાથે સરખામણી કરવી યોગ્ય ધારી છે. બાહ્ય સ્વરૂપ -ગ્રંથના બાહ્ય સ્વરૂપમાં મુખ્યતયા ભાષા, રચનાશૈલી અને નામકરણ એ ત્રણ વસ્તુ આવે છે. કુશળ ગ્રન્થકાર પોતાના સમયમાં આકર્ષક બનેલી – સમકક્ષ વિદ્વાનોએ તૈયાર કરેલી - વિચાર અને રચનાની સૃષ્ટિમાંથી ઉકત ત્રણ બાબતો પોતાની કૃતિ માટે પસંદ કરે છે. અને વિશેષ પ્રતિભા હોય તો પોતાના તરફથી કાંઈક નવીનતા આણી એવી સૃષ્ટિમાં કાંઈક આકર્ષક અને અનુકરણીય તત્ત્વ ઉમેરે છે. આ નિયમનું ન્યાયાવતારમાં અવલોકન કરીએ. (૧) વૈદિક બ્રાહ્મણ વિદ્વાનો પ્રથમથી જ સંસ્કૃત ભાષાની ઉપાસના કરતા આવ્યા છે એ વાત જાણીતી છે. બૌદ્ધ વિદ્વાનોમાં નાગાર્જુન (ઈ.સ. પૂર્વે ૧ સદી)થી સંસ્કૃતમાં દાર્શનિક ગ્રંથ લખવાની પ્રવૃત્તિ રૂઢ થયા વિષે બે મત છે જ નહીં. જૈન વિદ્વાનોમાં સંસ્કૃતમાં પ્રથમ લખનાર વાચકPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58