________________
---માયાવતાર
લૌકિક સંગ્રહ અને આગમિકસંગ્રહ બને; કરવા ખાતર એક જ જ્ઞાનને પ્રત્યક્ષ અને પરોક્ષ એમ પરસ્પર વિરોધીરુપે સ્વીકારો છો કે સંશયશીલ છો ?'' આનું નિરાકરણ તદ્દન સ્પષ્ટપણે ત્યાર પછીના શ્વેતાંબર અને દિગંબર ગ્રંથોમાં આપણે જોઈએ છીએ.
ઉપલબ્ધ સાહિત્ય જોતાં એનું નિરાકરણ કરનાર શ્વેતાંબર આચાર્યોમાં સૌથી પહેલાં જિનભદ્ર ગણી ક્ષમાક્ષમણ અને દિગંબર આચાર્યોમાં ભટ્ટારક અકલંક લાગે છે. શ્રેમાશ્રમણ પોતાના વિશેષાવશ્યક ભાષ્યમાં ઉકત પ્રશ્નનું નિરાકરણ કરતાં કહે છે કે – ઈદ્રિયજન્ય (મતિ) જ્ઞાનને જે પ્રત્યક્ષ કહેવામાં આવે છે તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ સમજવું. ભટ્ટારક અકલંક પોતાની લઘીયસ્ત્રયીમાં વધારે સ્પષ્ટતાથી કહે છે કે, પ્રત્યક્ષના મુખ્ય અને સાંવ્યવહારિક એવા બે ભેદો છે. તેમાં અવધિ આદિ ત્રણ જ્ઞાન એ મુખ્ય પ્રત્યક્ષ; અને ઈદ્રિયજન્ય (મતિ) જ્ઞાન તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ સમજવું. બન્ને આચાર્યોનું કથન પ્રસ્તુત પ્રશ્ન પરત્વે છેવટનું નિરાકરણ કરે છે. બન્નેના કથનનો સ્પષ્ટ આશય ટૂંકમાં એટલો જ છે કે જૈનદર્શનને તાત્વિક દષ્ટિએ અવધિ, મન:પર્યાય અને કેવલ એ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષરૂપે માન્ય છે. મતિ અને શ્રુત વસ્તુત: પરોક્ષ જ છતાં મતિ (ઈદ્રિયજન્ય) જ્ઞાનને જે પ્રત્યક્ષ કહેવામાં આવે છે તે તાત્વિકદષ્ટિએ નહિં પણ લોકવ્યવહારની સ્થળ દષ્ટિએ. તાત્વિકદષ્ટિએ તો એ જ્ઞાન શ્રુતજ્ઞાનની પેઠે પરોક્ષ જ છે. એ બન્ને આચાર્યોનું આ સ્પષ્ટીકરણ એટલું બધુ અસંદિગ્ધ છે કે તેઓ પછી આજ સુધીનો લગભગ બારસો વર્ષમાં બીજા કોઈ ગ્રંથકારને તેમાં કશું જ ઉમેરવાની જરૂર પડી નથી.
ક્ષમાશ્રમણ જિનભદ્ર પછી પ્રસ્તુત વિષય પરત્વે ખાસ ઉલ્લેખ યોગ્ય શ્વેતાંબરાચાર્યો ચાર છે. જિનેશ્વરસૂરિ, વાદિદેવસૂરિ, આચાર્ય હેમચંદ્ર અને ઉપાધ્યાય યશોવિજયજી. ભટ્ટારક અકલંક પછી પ્રસ્તુત વિષયમાં ઉલ્લેખ યોગ્ય દિગંબરાચાયોમાં માણિક્યનંદિ, વિદ્યાનંદિ, આદિ મુખ્ય છે. બન્ને સંપ્રદાયના એ બધા આચાર્યોએ પોતપોતાની પ્રમાણમીમાંસા વિષયક કૃતિઓમાં કશામાં ફેરફાર વિના એક જ સરખી રીતે અકલકે કરેલ શબ્દ યોજના અને જ્ઞાનનું વર્ગીકરણ સ્વીકારેલ છે તે બધાએ પ્રત્યક્ષના મુખ્ય અને સાંવ્યવહારિક એ બે ભેદ પાડ્યા છે. મુખ્યમાં અવધિ આદિ ત્રણ જ્ઞાનને સાંવ્યવહારિકમાં મતિજ્ઞાનને લીધું છે. પરોક્ષના સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન,