________________
માયાવતાર
૨૯
તથોપપત્તિ વડે અને અન્યથોપપત્તિ વડે એમ બે પ્રકારે હેતુનો પ્રયોગ થાય છે. પણ બેમાંથી કોઈ એક પ્રકારના પ્રયોગ વડે પણ સાધ્યની પ્રતીતિ થાય છે.
પ્ર. સ્વાર્થાનુમાન અને પરાર્થનુમાનમાં હેતુના સ્વરૂપ પરત્વે કાંઈ ફેર
છે ?
ઉ. નહિ. બન્નેમાં હેતુનું સ્વરૂપ એક જ છે. અને તે એ કે સાધ્યના અભાવમાં નિયમથી ન રહેતું તે.
પ્ર. ત્યારે હેતુ પ્રયોગની શૈલી શું બન્ને
અનુમાન માટે છે ?
ઉ. નહિ. સ્વાર્થાનુમાન તો જ્ઞાનરૂપ હોઈ તેમાં શબ્દપ્રયોગને અવકાશ જ નથી; પણ પરાર્થાનુમાનમાં શ્રોતાને સાધ્યની પ્રતીતિ કરાવવામાં વકતાને વાકયો ઉચ્ચારવાં પડે છે તેથી વાકયરચનાવાળા પરાર્થાનુમાનમાં જ હેતુપ્રયોગની શૈલીનો વિચાર કરી શકાય.
પ્ર. પ્રયોગની શૈલીના બે પ્રકાર તથોપપત્તિ અને અન્યથોપપત્તિ એટલે
શું ?
ઉ. તથા એટલે સાધ્યનું અસ્તિત્વ હોય તો જ ઉ૫પત્તિ એટલે હેતુનું ધરવાપણું; અને અન્યથા એટલે સાધ્ય ન હોય ત્યારે અનુપપત્તિ એટલે હેતુનું ન ધરવાપણું.
પ્ર. શું આ બે પ્રયોગોમાં કાંઈ અર્થભેદ પણ છે ?
ઉ. નહિ. હેતુના અવિનાભાવ રૂપ એક જ સ્વરૂપને પ્રગટ કરનારા આ બે શબ્દો જ ફકત જૂદા જૂદા છે. પહેલાં પ્રયોગમાં એ સ્વરૂપ વિધિરૂપે અને બીજમાં નિષેધરૂપે કહેવાય છે. જેમ ‘વિચારવાનને સંપત્તિ વરે છે’ એ કથન અને ‘વિચારહીને વિપત્તિ વરે છે’ એ કથનમાં એક ભાવની વિધિનિષેધરૂપ બે બાજુની સૂચક માત્ર શબ્દરચના ભિન્ન છે. જેમ ‘પર્વત અગ્નિવાળો હોવો જોઈએ; કારણ કે અગ્નિ હોય તો જ ધૂમનું અસ્તિત્વ બંધ બેસે’ એ કથન, અને ‘પર્વત અગ્નિવાળો હોવો જોઈએ; કારણ કે અગ્નિ ન હોય તો ધૂમનું અસ્તિત્વ ન જ બંધ બેસે' એ કથનમાં અર્થભેદ નથી. એક જ વસ્તુને વિધિનિષેધરૂપે કહેનારા પ્રયોગો માત્ર જૂદા છે.
પ્ર. શું સર્વત્ર બન્ને પ્રકારનો હેતુપ્રયોગ આવશ્યક છે ?
ઉ. નહિ. બેમાંથી કોઈ એક પ્રકારના હેતુપ્રયોગ વડે શ્રોતાને સાધ્યની