________________
ન્યાયાવતાર
મર્યાદાનો તે તિરસ્કાર કે સ્વીકાર કરતાં નથી. ઉક્ત બન્ને વાકયોમાંથી કોઈ એકાદ જ વાકય લઈએ તો તે નયકૃત હોઈ શકે, પણ એ ત્યારે જ કે જે વક્તાએ એ વાક્યને પ્રસ્તુત વસ્તુના ઈષ્ટદેવનું પ્રતિપાદન કરવા માટે યોજેલું હોવા છતાં વિરોધી બીજા અંશ પરત્વે તે માત્ર તટસ્થ કે ઉદાસીન હોય. આથી ઉલટુંએ બે વાકયોમાંથી કોઈ એક વાક્ય દુર્નયથુત હોઈ શકે પણ તે ત્યારે કે જો વકતા એ વાકય વડે ઈષ્ટ અંશનું પ્રતિપાદન કરવા સાથે જ બીજા પ્રામાણિક અંશનો નિષેધ કરે. જેમ કે જગત્ નિત્ય જ છે - અર્થાત્ અનિત્ય નથી.
પ્ર. જે વિચારો અનંત હોવાથી વિચારાત્મક નયો પણ અનંત હોય તો એને સમજવા એ કઠણ નથી શું?
ઉ. છે જ. છતાં સમજી શકાય.
પ્ર. કેવી રીતે? * પ્ર. ટૂંકમાં સમજાવવા એ બધા વિચારોને બે ભાગમાં બેંચી શકાય. કેટલાક વિચારો વસ્તુના સામાન્ય અંશને સ્પર્શ કરનાર હોય છે. કારણ કે વસ્તુનું વિચારમાં આવતું કોઈપણ સ્વરૂપ લઈએ તો કાં તો તે સામાન્ય હશે અને કાં તો તે વિશેષ હશે. આ કારણથી ગમે તેટલા વિચારોનો ટૂંકમાં સામાન્યગ્રાહી અને વિશેષગ્રાહી એ બે ભાગ પડી શકે. એને શાસ્ત્રમાં અનુક્રમે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવાં નામ આપવામાં આવ્યા છે.
પ્ર. આ સિવાય બીજું પણ ટૂંકું વર્ગીકરણ થઈ શકે ?
ઉ. હા. જેમ કે અર્થનય અને શબ્દનય વિચારો ગમે તે અને ગમે તેટલા હોય પણ કાં તો તે મુખ્યપણે અર્થને સ્પર્શી ચાલતા હશે, અને કાં તો મુખ્યપણે શબ્દને સ્પર્શી પ્રવૃત્ત થતા હશે. અર્થસ્પર્શે તે બધા અર્થનય અને શબ્દસ્પર્શી તે બધા શબ્દનાય. આ સિવાય કિયાનય, જ્ઞાનનય, વ્યવહારનય, પરમાર્થનય એવાં અનેક યોગ્ય વર્ગીકરણો થઈ શકે.
પ્ર. આનો જરા વિસ્તાર કરવો હોય તો શક્ય છે ?
ઉ. હા. મધ્યમપદ્ધતિએ સાત વિભાગ કરવામાં આવે છે, જેમાં પ્રથમના ત્રણ દ્રવ્યાર્થિક અને પાછળના ચાર પર્યાયાર્થિક છે. પ્રથમના ચાર અર્થનય અને પાછળના ત્રણ શબ્દનય છે. માત્ર અહિં એ સાતનાં નામ આપીશું. વિગતમાં નહિં ઉતરીએ. વધારે વિગત અન્યત્ર ચર્ચીશું. 1) નૈગમ, ૨) સંગ્રહ, ૩) વ્યવહાર, ૪) ઋજુસૂત્ર, ૫) શબ્દ, ૬) સમભિરુ, અને