Book Title: Nyayavatar Sutra
Author(s): Sukhlal Sanghvi
Publisher: Shardaben Chimanbhai Educational Research Institute

View full book text
Previous | Next

Page 52
________________ ૪૨ ન્યાયાવતાર પ્ર. જ્યારે વકતા પોતાને ઈષ્ટ એવા એક અંશનું નિરાકરણ જ કરતો હોય ત્યારે તે વાકય કયા શ્રુતની કોટિમાં આવે ? ઉ. દુર્નય અથવા મિથ્યાશ્રુતની કોટિમાં. પ્ર. કારણ શું? ઉ. વસ્તુના પ્રમાણ સિદ્ધ અનેક અંશોમાંથી એક જ અંશને સાચો ' ઠરાવવા તે વકતા આવેશમાં આવી જઈ બીજા સાચા અંશોનો આલાપ કરે છે તેથી તે વાક્ય એક અંશ પૂરતું સાચું હોવા છતાં ઈતર અંશોના સંબંધના વિચ્છેદ પૂરતું ખોટું હોવાથી દુર્નયશ્રુત કહેવાય છે. પ્ર. આવાં અનેક દુર્નય વાકયો મળે તો સ્યાદ્વાદથુત બને ખરું? ઉ. ના. કારણ કે આવાં વાકયો પરસ્પર એકબીજાનો વિરોધ કરતા હોવાથી વ્યાઘાત-અથડામણી પામે છે. તે પોતપોતાની કક્ષામાં રહી વસ્તુના અંશમાત્રનું પ્રતિપાદન કરવાને બદલે બીજાની કક્ષામાં દાખલ થઈ તેનું મિથ્યાપણું બતાવવાની મોઘ ક્રિયા કરે છે, તેથી તે મિથ્યાથુત છે. અને તેથી જેમ પરસ્પર અથડાતા વિરોધી અનેક માણસો એક સમૂહબદ્ધ થઈ કોઈ એક કાર્ય સાધી નથી શકતા; ઉલટું તે એક બીજાના કાર્યના બાધક બને છે. તેમ અનેક દુર્નય વાક્યો એક સાથે મળી કોઈ એક વસ્તુને સંપૂર્ણ જણાવવાની વાત તો બાજુએ રહી તે એક બીજાના આંશિક અર્થના સત્ય પ્રતિપાદનને પણ સત્યપણે પ્રગટ થતાં અટકાવે છે. પ્ર. કોઈ એક જ વસ્તુનું વર્ણન કરવાને પ્રસંગે દુર્નય, નય અને સ્યાદ્વાદ એ ત્રણે શ્રુત ઘટાવવાં હોય તે ઘટી શકે ખરાં? અને ઘટી શકે તો શી રીતે ? ઉ. કોઈએ જગતના નિત્યપણા કે અનિત્યપણા વિષે પ્રશ્ન કર્યો કે - જગત નિત્ય છે, અનિત્ય છે, ઉભયરૂપ છે, કે એથી વિલક્ષણ એટલે અનુભયરૂપ છે ? આનો ઉત્તર આપનાર વકતાને જો પ્રમાણથી એવો નિશ્ચય થયો હોય કે જગત નિત્ય-અનિત્ય-ઉભયરૂપ છે; અને પછી તે ઉત્તરમાં જણાવે કે જગત નિત્યરૂપેયે છે અને અનિત્યરૂપેયે છે, તો એ ઉત્તરમાં એક જ વસ્તુપરત્વે વિરોધી એવા બે અંશોના પ્રતિપાદક બે વાક્યો હોવા છતાં તે બન્ને મળી સ્યાદ્વાદથુત છે. કારણ કે એ પ્રત્યેક વાકય એક જ વસ્તુના વાસ્તવિક અંશને પોતપોતાની દૃષ્ટિએ પ્રતિપાદિત કરે છે - અર્થાત્ પોતાની મર્યાદામાં રહી મર્યાદિત સત્ય પ્રકટ કરે છે. છતાં પ્રતિપક્ષીની

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58