________________
ન્યાયાવતાર
૪૧
‘પડશે નેતપ વિનસ” એ સૂત્ર લ્યો. એનો અભિપ્રાય એ છે કે, નારકી જીવ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. આ અભિપ્રાય ક્ષણભંગ સૂચક છે. એટલે નારકીજીવનો ઉત્પાદ અને વ્યય સૂચવે છે. તેવી જ રીતે નારકીજીવની સ્થિરતાનું વર્ણન કરનાર બીજાં સૂત્રો લ્યો.
પ્ર. ‘હેરડ્યાાં મતે ! વડ્યું દિક્ પન્નતા ?
3. गोयमा ! जहण्णेणं दस वाससहस्साइं उक्कोसेणं तेत्तींस सागरोवमाइं ठिई पन्नता "
(મનવતી પૃ૦ ૧૨, ૩૦ ૨ ૩૦ ૨)
એ બધાં જ સૂત્રો જૂદાં જૂદાં નારકી પરત્વે નય વાકય છે અને એક સાથે મળે ત્યારે સ્યાદ્વાદશ્રુત બને છે.
પ્ર. ત્યારે એમ થયું કે એક વાકય એ નય અને વાયસમૂહ તે સ્યાદ્વાદ અને જો એમ હોય તો પ્રશ્ન થાય છે કે શું એક જ વાક્ય સ્યાદ્વાદાત્મક અનેકાંતદ્યોતક ન હોઈ શકે ?
ઉ. હોઈ શકે.
પ્ર. કેવી રીતે ? કારણ કે એક વાકય એ કોઈએક વસ્તુ પરત્વે એક અભિપ્રાયનું સૂચક હોવાથી તેના કોઈ એક અંશને સ્પર્શ કરી શકે; બીજા અંશોને સ્પર્શ ન કરી શકે. તો પછી તે એક વાક્ય સમગ્રગ્રાહી ન થઈ શકવાથી સ્યાદ્વાદશ્રુત કેવી રીતે કહી શકાય ?
ઉ. અલબત્ત દેખીતી રીતે એક વાકય વસ્તુના અમુક એક અંશનું પ્રતિપાદન કરે છે પણ જ્યારે વકતા તે વાકય વડે એક અંશનું પ્રતિપાદન કરવા છતાં પ્રતિપાદન કરાતા તે અંશ સિવાયના બીજા અંશોને પણ એક જ સાથે પ્રતિપાદિત કરવા ઈચ્છે ત્યારે તે ઈતરઅંશોને પ્રતિપાદનના સૂચક સ્યાત્ શબ્દનો વાક્યમાં પ્રયોગ કરે છે અથવા તો સાત્ શબ્દનો ઉચ્ચાર કર્યા સિવાય પણ વકતા તે શબ્દના ભાવને મનમાં રાખી વાકયને ઉચ્ચારે છે ત્યારે તે વાકય સાક્ષાત્ અંશમાત્રગ્રાહી દેખાવા છતાં પણ સ્થાત્ શબ્દ સાથે અથવા સ્યાત્ શબ્દ સિવાય જ ઈતર સમગ્ર અંશોના પ્રતિપાદનના ભાવથી ઉચ્ચારાએલું હોવાને લીધે સ્યાદ્વાદશ્રુત કહેવાય છે.
પ્ર. વકતા સ્થાત્ શબ્દનો પ્રયોગ ન કરે તેમ જ તેનો ભાવ પણ મનમાં ન રાખે તો તે જ વાકય કઈ કોટિમાં આવે ?
ઉ. નયશ્રુતની કોટિમાં.