________________
ભાયાતાર
૩૯
વિધેયના વિભાગ સિવાય જ વસ્તુ ભાસંમાન થાય ત્યારે તે પ્રમાણનો વિષય અને જ્યારે વસ્તુ ઉદ્દેશ્ય – વિધેયના વિભાગપૂર્વક ભાસમાન થાય ત્યારે તે નયનો વિષય. આ રીતે વસ્તુ એક જ છતાં તેના ભાનની રીત જૂદી જૂદી હોવાથી પ્રમાણ અને નયમાં તેનો વિષયભેદ સ્પષ્ટ છે.
પ્ર. પ્રમાણની પેઠે નય પણ જો જ્ઞાન જ હોય તો બેમાં તફાવત શો?
ઉ. ઈંદ્રિયોની મદદથી કે મદદ સિવાય જ ઉત્પન્ન થએલું જ્ઞાન જ્યારે કોઈ વસ્તુને યથાર્થપણે પ્રકાશિત કરે છે ત્યારે તે પ્રમાણ કહેવાય છે અને પ્રમાણદ્વારા પ્રકાશિત થએલી વસ્તુને શબ્દદ્વારા બીજાને જણાવવામાં માટે તે વસ્તુના વિષયમાં જે માનસિક વિચારક્રિયા થાય છે તે નય. અર્થાત્ શબ્દમાં ઉતારાતી કે ઉતારવા લાયક જે જ્ઞાનક્રિયા તેનય અને તેનો પુરોગામી ચેતના – વ્યાપાર તે પ્રમાણ. આ ઉપરાંત નય અને પ્રમાણનું અંતર એક જ છે કે નયજ્ઞાન તે પ્રમાણજ્ઞાનના અંશરૂપે છે અને પ્રમાણજ્ઞાનતેનયજ્ઞાનના અંશી કે સમૂહરૂપે છે. કારણ કે પ્રમાણ વ્યાપારમાંથી જ નયવ્યાપારની ધારાઓ પ્રકટે છે.
પ્ર. પ્રમાણ અને નયશબ્દની વ્યુત્પત્તિ બતાવી તેનો અર્થભેદ સ્પષ્ટ કરો.
ઉ. પ્ર+માન = (જે જ્ઞાન વડે પ્ર-અબ્રાંતપણે વસ્તુનું માન- પ્રકાશન (નિર્ણય) થાય તે પ્રમાણ. ની+અ=(ની-પ્રમાણદ્વારા જાણેલી વસ્તુને બીજાની અર્થાત્ શ્રોતાની બુદ્ધિમાં પહોંચાડવાની ક્રિયા. અ-કરનાર વક્તાનો માનસિક વ્યાપાર તે) નય.
પ્ર. જૈન ન્યાયગ્રન્થોની જેમ જૈનેતર ન્યાય ગ્રન્થોમાં નય વિષે મીમાંસા છે કે નહિં?
ઉ. નથી. જો કે જૈન અને જૈનેતર બન્નેના તર્કગ્રન્થોમાં પ્રમાણની મીમાંસા છે છતાં નયને પ્રમાણથી છૂટો પાડી તેના ઉપર સ્પષ્ટ અને વિસ્તૃત મીમાંસા તો માત્ર જૈનોએ જ કરેલી છે. નય અને આાવાદ વચ્ચેનો સંબંધ તથા બન્નેનું અંતર -
नयानामेकनिष्ठानां प्रवृत्तेः श्रुतवम॑नि । सम्पूर्णार्थविनिश्यायि स्याद्वादश्रुतमुच्यते ॥३०॥