________________
ભાયાવતાર
- ૩૭
સુખ અને ઉપેક્ષા એ બે ફળો છે અને બાકીને જ્ઞાનનું ઉપાદાન તથા હાનની બુદ્ધિ એ ફળ છે.
પ્ર. અજ્ઞાનના નિવારણને પ્રમાણનું ફળ કહ્યું છે તે ક્યા પ્રમાણનું ઉ. પ્રત્યક્ષ, પરોક્ષ, વ્યવહારિક કે પારમાર્થિક બધા પ્રમાણોનું.
પ્ર. અજ્ઞાનના નિરાકરણને સાક્ષાતુ-અવ્યવહિત ફળ કહ્યું ત્યારે શું પ્રમાણોનું અસાક્ષાતુ-વ્યવહિત પણ ફળ હોય છે.
ઉ. હા.
પ્ર. બધા પ્રમાણોનું વ્યવહિત ફળ, અવ્યવહિત ફળની પેઠે એક જ હોય છે કે જૂદું જુદું ?
ઉ. જૂદું જૂદું. પ્ર. કેવી રીતે ?
ઉ. કેવળજ્ઞાન-પારમાર્થિક પ્રત્યક્ષનાં સુખ અને ઉપેક્ષા એવાં બે વ્યવહિત ફળો છે. કારણ કે એ જ્ઞાન પ્રકટ્યા બાદ તુરત તો અજ્ઞાન દૂર થાય છે. અને ત્યારબાદ પરમ આહલાદરૂપ સહજ સુખ ઉદભવે છે, તેમ જ રાગદ્વેષ ન હોવાથી માધ્યસ્થરૂપ ઉપેક્ષા પણ આવે છે. કેવળજ્ઞાન સિવાયનાં બીજાં જ્ઞાનો ઉત્પન્ન થતાં વેંત જ પોતપોતાના વિષયનું અજ્ઞાન તો દૂર કરે છે પણ તે જ્ઞાનોની સાથે રાગદ્વેષનો સંબંધ હોવાથી પોતાના વિષય પૂરતું અજ્ઞાન દૂર થયા બાદ કાં તો રાગને લીધે તે વિષયને મેળવવાની અને કાં તો શ્રેષને લીધે વિષયને ત્યાગવાની બુદ્ધિ જન્મે છે. આ કારણથી કેવળજ્ઞાન સિવાયના જ્ઞાનોનાં વ્યવહિત ફળરૂપે ઉંપાદાન બુદ્ધિ કે હાનબુદ્ધિને કહેવામાં આવી છે. પ્રમાણ અને નયના વિષયનો વિવેક -
अनेकान्तात्मकं वस्तु गोचरः सर्वसंविदाम् । एकदेशविशिष्टाऽर्थो नयस्य विषयो मतः ॥२९॥
અનેક ધર્માત્મક વસ્તુ એ સર્વસંવેદનનો-પ્રમાણનો વિષય મનાય છે અને એક દેશ-અંશસહિત વસ્તુ એ નયનો વિષય મનાય છે.
પ્ર. પ્રમાણનો વિષય થનારી વસ્તુઓ કરતાં નયનો વિષય થનારી