________________
૩૬
પરમાર્થિક પ્રત્યક્ષ -
सकलावरणमुक्तात्म केवलं यत् प्रकाशते । प्रत्यक्षं सकलार्थात्मसततप्रतिभासनम् ||२७||
સંપૂર્ણ પદાર્થોના સ્વરૂપને સતત પ્રકાશિત કરનાર જે જ્ઞાન સંપૂર્ણ આવરણથી મુક્ત સ્વરૂપવાળું હોઈ કેવળ પ્રકાશમાન થાય છે તે પ્રત્યક્ષ
પ્રમાણ.
માયાવતાર
પ્ર. કેવળ પ્રકાશમાન થવું એટલે શું ?
ઉ. ઇંદ્રિય કે બીજા કોઈપણ બાહ્યસાધનની અપેક્ષા સિવાય જ માત્ર આત્માની યોગ્યતાને બળે જ્ઞાનનું જે સંપૂર્ણપણે પ્રકટવું તે જ કેવળ પ્રકાશમાન થવું.
પ્ર. આવી સંપૂર્ણ પ્રકાશવાની યોગ્યતા કયારે આવે ? ઉ. જ્ઞાનાવરણ-અજ્ઞાનથી સર્વથા છૂટા થવાય ત્યારે. પ્ર. આવા પ્રત્યક્ષ અને ઇંદ્રિયજન્ય પ્રત્યક્ષમાં શો ફેર ?
પ્રમાણનું ફળ -
∞
ઉ. ઘણો જ ફેર. ઇંદ્રિયજન્ય પ્રત્યક્ષ માત્ર વર્તમાનકાલની વસ્તુ અને તે પણ સંનિહિત, સ્થૂલ તેમ જ પરિમિત વસ્તુને જ પ્રકાશિત કરે છે. વળી તે બહુ અધુરી રીતે. આથી ખરી રીતે ઇંદ્રિયજન્ય જ્ઞાન એ પરોક્ષ જ છે. એને પ્રત્યક્ષ કહેવામાં આવે એ લોકવ્યવહારને લીધે. તેથી જ દ્રિયજન્ય પ્રત્યક્ષને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવામાં આવ્યું છે. જ્યારે જ્ઞાનાવરણના સર્વથા નાશથી ઉત્પન્ન થનારૂં જ્ઞાન એ ત્રૈકાલિક સમગ્ર પદાર્થોને સર્વાંશે સતત પ્રકાશિત કરે છે તેથી એ જ જ્ઞાન મુખ્ય પ્રત્યક્ષ છે. એને પારમાર્થિક પ્રત્યક્ષ કહેવામાં આવ્યું છે. આવું પ્રત્યક્ષ જેને પ્રકટ્યું હોય તે જ સર્વજ્ઞ.
प्रमाणस्य फलं साक्षादज्ञानविनिवर्त्तनम् ।
केवलस्य सुखोपेक्षे शेषस्यादानहानधीः || २८ ॥
પ્રમાણનું સાક્ષાત્ ફળ અજ્ઞાનને દૂર કરવું એ છે. કેવળજ્ઞાનના