________________
૩૮
ન્યાયાવતાર
વસ્તુઓ શું તદ્દન જુદી હોય છે, કે જેથી પ્રમાણ અને નયના વિષયને તદ્દન જૂદે જૂદો બતાવી શકાય ?
ઉ. ના. એકબીજાથી જૂદા એવા વસ્તુઓના કોઈ બે વિભાગ નથી કે જેમાંથી એક વિભાગ પ્રમાણનો વિષય બને અને બીજો વિભાગ નયનો વિષય બને.
પ્ર. જે પ્રમાણ અને નયનો વિષય થનાર વસ્તુ એક જ હોય તો પછી બન્નેનો વિષયભેદ કેવી રીતે?
ઉ. વસ્તુ ભલે એક જ હોય પણ જ્યારે તે વસ્તુ અમુક વિશેષતા દ્વારા અર્થાત્ અમુક વિશેષધર્મોની પ્રધાનતા છતાં અખંડિતપણે ભાસે છે ત્યારે તે અનેકધર્માત્મક વિષય કહેવાય છે. પરંતુ જ્યારે તે જ વસ્તુમાંથી કોઈ એક અંશ છૂટો પડી પ્રધાનપણે ભાસે છે ત્યારે તે એક-અંશ-વિશિષ્ટ-વિષય કહેવાય છે. આ વાત દાખલાથી સ્પષ્ટ કરીએ. આંખ સામે કોઈ એક ઘોડો આવે ત્યારે અમુક આકાર, અમુક કદ અને અમુક રંગ એ તેની વિશેષતાઓ પ્રધાનપણે ભાસે છે; પણ તે વખતે એ વિશેષતાઓની પ્રધાનતા છતાં અભિન્નરૂપે અન્ય વિશેષતાઓ સહિત સમગ્ર ઘોડો જ ચાક્ષુષજ્ઞાનનો વિષય બને છે. તે વખતે કાંઈ તેની અમુક વિશેષતાઓ બીજી વિશેષતાઓ કરતાં છૂટી પડી ભાસતી નથી કે ઘોડારૂપ અખંડ પદાર્થમાંથી આકાર આદિ તેની વિશેષતાઓ પણ તદ્દન ભિન્નપણે ભાસતી નથી. માત્ર અમુક વિશેષતાઓ દ્વારા તે આખો ઘોડો જ અખંડિતપણે આંખનો વિષય બને છે. એ જ પ્રમાણે વિષય થવાની રીત છે. પ્રમાણના વિષય થયેલ એ ઘોડાનું જ્ઞાન જ્યારે બીજાને શબ્દદ્વારા કરાવવું હોય ત્યારે તે ઘોડાની અમુક વિશેષતાઓ બીજી વિશેષતાઓ કરતાં બુદ્ધિકારો છૂટી પાડી કહે છે કે – આ ઘોડો લાલ છે, ઉચો છે કે અમુક આકારનો છે, તે વખતે વક્તાના બૌદ્ધિક વ્યાપારમાં કેશોતાની જ્ઞાનક્રિયામાં ઘોડો ભાસમાન છતાં તે માત્ર ગૌણ હોય છે, અને તેની વિશેષતાઓ જે બીજી વિશેષતાઓ કરતાં જુદી પાડી કહેવામાં આવે છે, તે જ મુખ્ય હોય છે. તેથી જ એ વખતે જ્ઞાનનો વિષય બનતો ઘોડો અમુક અંશવિશિષ્ટ વિષય બને છે એ જ નયનો વિષય થવાની રીત છે.
આ વકતવ્યને બીજા શબ્દોમાં - માં-એ-રીતે પણ કહી શકાય કે – ભાનમાં અમુક વિશેષતાઓની પ્રધાનતા છતાં જ્યારે ઉદ્દેશ્ય અને