________________
નાયવતાર
૫
અનાદિ અનંત સ્વરૂપ એવી આ પ્રમાણ આદિની વ્યવસ્થા દરેક વ્યવહારી માણસને (સામાન્યરૂપે) પ્રસિદ્ધ-જ્ઞાત છતાં પણ (વિશેષ પ્રબોધનના અર્થે અહિં) હેવામાં આવી છે.
લૌકિક કે લોકોત્તર દરેક જાતનો વ્યવહાર કરનાર જે જે છે તે બધા પ્રમાણ, પ્રમેય, નય આદિની વ્યવસ્થા જાણે છે. કારણ કે એ વ્યવસ્થા-મર્યાદા અનાદિકાળથી ચાલી આવે છે અને એનો અંત પણ નથી. જગતનો લૌકિક કે શાસ્ત્રીય બધો વ્યવહાર પ્રમાણાદિ ઉપર જ નિર્ભર છે. તેમ છતાં કોઈ એવા પણ હોય કે જેઓને પ્રમાણાદિના સ્વરૂપ વિષે કાં તો ભ્રમ થયો હોય અગર કોઈ જાતનું અજ્ઞાન ઉદય પામ્યું હોય, તો તે દૂર કરવા, આ પ્રકરણ દ્વારા તેની વ્યવસ્થા વર્ણવામાં આવી છે.