________________
માયાવતાર
૭) એવંભૂત. જીવનું સ્વરૂપ -
प्रमाता स्वान्यनिर्भासी कर्ता भोक्ता निवृत्तिमान् । स्वसंवेदसंसिद्धो जीवः क्षित्याद्यनात्मकः ॥३१॥
પ્રમાતા, સ્વ પર પ્રકાશક, કર્તા, ભોક્તા, વિવર્તમાન અને પૃથ્વી આદિના સ્વરૂપથી ભિન્ન એવો જીવ સ્વસંવેદનશાન વડે સિદ્ધ છે.
પ્ર. અહિં જીવને પ્રમાતા આદિ અનેક વિશેષણો આપેલાં છે તેનું શું પ્રયોજન?
ઉ. પ્રમાતા એ વિશેષણ દ્વારા એમ સૂચવે છે કે જીવ એ બૌદ્ધ સમ્મત માત્ર “જ્ઞાનક્ષણ પરંપરા રૂપ નથી પણ એક ધ્રુવ તત્ત્વ છે. કર્તા અને ભોકતા એ બે વિશેષણો દ્વારા એક સૂચવે છે કે જીવ એ સાંખ્યદર્શનના માનવા મુજબ અકર્તા અને ભોક્તા નથી. વિવૃત્તિમાન એ વિશેષણથી તૈયાયિક આદિ સમ્મત એવી ફૂટસ્થનિત્યતાનો નિષેધ કરે છે. ક્ષિત્યાદિ અનાત્મક એ વિશેષથી જીવતત્ત્વ ચાર્વાકની માન્યતા મુજબ ભૌતિક નથી પણ પૃથ્વી આદિ પાંચભૂતોથી તદ્દન ભિન્ન-સ્વતંત્ર છે એમ સૂચવે છે.
પ્ર. ઉકત પ્રકારના જીવતત્ત્વની સિદ્ધિ ખરી રીતે કયા પ્રકારના પ્રમાણથી થઈ શકે ?
ઉ. સ્વસંવેદન અર્થાત્ સ્વાનુભવથી. સ્વાનુભવ સિવાય જીવનું સ્વરૂપ સિદ્ધ કરવા સમર્થ બીજું મુખ્ય પ્રમાણ નથી.
પ્ર. પ્રમાતા આદિ દરેક પક્ષનો અર્થ શો ?
ઉ. પ્રમાણ વડે જ્ઞાન મેળવે તે પ્રમાતા. પોતાને અને પોતાથી ભિન્ન વસ્તુને જાણે તે સ્વાનિર્માસી-સ્વપર પ્રકાશકઈચ્છાપૂર્વક કાંઈ પણ ક્રિયા કરે તે કર્તા, કરેલ ક્રિયાનું ફળ ભોગવે તે ભોકતા. સ્થિર રહેવા છતાં અનેક અવસ્થાઓને પ્રાપ્ત થયાં કરો તે વિવર્તવાન. ઉપસંહાર -
प्रमाणादिव्यवस्थेयमनादिनिधनामिका । सर्वसंव्यवहर्तृणां प्रसिद्धापि प्रकीर्तिता ॥३२॥