________________
YO
માયાવતાર
એકનિષ્ઠ-એક એક ધર્મને ગ્રહણ કરવામાં લીન એવા નયોની પ્રવૃત્તિ શ્રુતિમાર્ગમાં હોવાથી સંપૂર્ણ વસ્તુને નિશ્ચિત કરનાર અર્થાત્ વસ્તુને સમગ્રપણે પ્રતિપાદન કરનાર તે તે સ્યાદ્વાદશ્રુત કહેવાય.
પ્ર. શ્રુત એટલે શું ? ઉ. આગમજ્ઞાન તે શ્રુત.
પ્ર. શું બધુ શ્રુત એક જ જાતનું છે કે તેમાં જાણવા જેવો ખાસ ભેદ
છે ?
ઉ. ભેદ છે.
પ્ર. તે કયો ?
ઉ. શ્રુતના મુખ્ય બે ભાગ પાડી શકાય. એક તો અંશગ્રાહી-વસ્તુને એક અંશથી સ્પર્શ કરનાર; અને બીજો સમગ્રગ્રાહી-વસ્તુને સમગ્રપણે ગ્રહણ કરનાર. અંશગ્રાહી તે નયશ્રુત અને સમગ્રગ્રાહી તે સ્યાદ્વાદશ્રુત.
આ કથનને વધારે સ્પષ્ટ કરીએ. કોઈ એક તત્ત્વનું પ્રતિપાદન કરનાર એક આખું શાસ્ત્ર, આખું પ્રકરણ કે આખો વિચાર તે તે તત્ત્વ પૂરતું સ્યાાદશ્રુત. અને તેમાંના તે તત્ત્વને લગતા જુદા જુદા અંશો ઉપરના ખંડ વિચારો તે પ્રત્યેક નયશ્રુત. આ વિચારો એક એક છૂટા છૂટા લઈએ ત્યારે નયશ્રુત અને તે બધાનું પ્રસ્તુત તત્ત્વપરત્વે એકીકરણ તે સ્યાદ્વાદશ્રુત. કોઈ એક તત્ત્વપરત્વે નય અને સ્યાદ્વાદશ્રુતનો જે આ ભેદ તે જ સંપૂર્ણ જગત્ પરત્વે ઘટાવી શકાય.
પ્ર. દાખલો આપી સમજાવો.
ઉ. સમગ્ર ચિકિત્સાશાસ્ત્ર એ આરોગ્ય તત્ત્વનું સ્યાદ્વાદશ્રુત છે; પણ આરોગ્ય તત્ત્વને લગતા, આદાન, નિદાન, ચિકિત્સા આદિ જૂદા જૂદા અંશો ઉપર વિચાર કરનાર એ શાસ્ત્રના તે તે અંશો, એ ચિકિત્સાશાસ્ત્રરૂપ સ્યાદ્વાદશ્રુતના અંશો હોવાથી તે તત્ત્વપરત્વે નયશ્રુત છે. આ રીતે નયશ્રુત
તે અંશોનો સરવાળો છે.
પ્ર. નય અને સ્યાદ્વાદને જૈનશ્રુતમાં ઘટાવવાં હોય તો કેવી રીતે ? ઉ. જૈનશ્રુતમાં કોઈ એકાદ સૂત્રને લ્યો કે જે એક જ અભિપ્રાયનું સૂચક હોય તે નયશ્રુત અને એવાં અનેક અભિપ્રાયોનાં સૂચક અનેક સૂત્રો (પછી ભલે તે પરસ્પર વિરોધી ભાસતા હોય) તે સ્યાદ્વાદશ્રુત. દાખલા તરીકે