________________
ન્યાયાપ્તાર
-- ૩૫
દૂષણ અને દૂષણાભાસનું સ્વરૂપ - -
वाद्युक्ते साधने प्रोक्तदोषाणामुद्भावनम् ।
दूषणं निरवद्ये तु दूषणाभासनामकम् ॥२६॥ વાદીકથિત સાધન વાક્યમાં પૂર્વોક્ત દોષોનું જે ઉદ્ભાવન કરવું તે દૂષણ અને નિર્દોષ સાધન વાક્યમાં જે ઉદ્ભાવન કરવું તે દૂષણાભાસ.
પ્ર. સાધનવાક્ય એટલે શું?
ઉ. વાદિ જે વાક્યો વડે પ્રતિવાદી સામે પોતાનું પરાથનુમાન અભિષ્ટ સાધ્ય સિદ્ધ કરવા ઈચ્છતો હોય તે સાધનવાકય.
પ્ર. સાધનવાકય સર્વત્ર સમાન જ હોય છે ?
ઉ. નહિ. પ્રતિવાદીના અધિકાર ભેદને લીધે સાધનવાય કયાંયેક માત્ર હેતુરૂપ હોય છે. કયાંયેક પક્ષહેતુ ઉભયરૂપ હોય છે, કયાંયેક પક્ષહેતુ દષ્ટાંત રૂપ હોય છે, ક્યાંક વળી તેમાં ઉપનય મળે છે, અને કયાંયેક નિગમન પણ જોડાય છે. અવયવ એક હોય, બે હોય કે વધારેમાં વધારે પાંચ હોય; પણ જ્યારે તે વાક્ય સદોષ હોય ત્યારે પ્રતિવાદી તેમાં રહેલાં પૂર્વોક્ત પક્ષાભાસ, હેત્વાભાસ કે દષ્ટાન્તાભાસાદિ દોષોનું આવિષ્કરણ સભ્યો સમક્ષ કરે છે. એ દોષાવિષ્કરણ એ જ દૂષણ.
પ્ર. પ્રતિવાદીએ વાદીને આવું દૂષણ શા માટે આપવું?
ઉ. સત્યજ્ઞાન ખાતર અને વિજય લાભ ખાતર. વાદી ખોટી રીતે સાધન વાકય યોજી પોતાનું સાધ્ય સિદ્ધ કરતો હોય ત્યાં પ્રતિવાદી તે વાકયના દોષો બતાવી, વાદી અને સભ્યોને દોષોનું સત્યજ્ઞાન કરાવે છે અને સાથે સાથે વાદીને ખોટી રીતે વિજય મેળવતાં અટકાવી પોતે સભ્યો સમક્ષ પોતાની પ્રતિભા વડે વિજય પ્રાપ્ત કરે છે.
પ્ર. દૂષણાભાસ એટલે શું? ઉ. ખરી રીતે દૂષણના સ્થાનમાં યોજાએલો હોય તે દૂષણાભાસ. પ્ર. શું દૂષણ અને દૂષણાભાસ એક જ સ્થળે હોય?
ઉ. નહિ. દૂષણ એ સદોષ સાધન વાક્યમાં સંભવે છે. જ્યારે દૂષણાભાસ નિર્દોષ સાધન વાક્યમાં સંભવે છે.