________________
ન્યાયાવતાર
૨૭.. -
એ પરાથનુમાન પક્ષ આદિના કથન રૂપ છે.
પ્ર. હેતુપ્રતિપાદક વચનને પરાથનુમાન કહો છો અને વળી સાથે જ એ પરાથનુમાનને પક્ષ આદિના કથનરૂપ કહો છો તેમાં શું વિરોધ નથી?
ઉ. ના. શ્રોતા વ્યુત્પન્ન નિષ્ણાત યા તજજ્ઞ હોય તો માત્ર હેતુનો પ્રયોગ સાંભળીને જ અનુમાન કરી લે છે. બીજા અવયવોના પ્રયોગની તેને અપેક્ષા નથી રહેતી. એ દષ્ટિથી હેતુપ્રતિપાદક વચનને પ્રથમ પરાર્થાનુમાન કહ્યું છે. પણ દરેક શ્રોતા કાંઈ સરખી યોગ્યતાવાળા નથી હોતા; તેથી કોઈને માટે પક્ષ પ્રયોગ, કોઈને માટે દષ્ટાંતપ્રયોગ, કોઈને માટે ઉપનય, અને કોઈને માટે નિગમનનો પ્રયોગ પણ કરવો પડે છે. તેથી જ પક્ષ આદિના બોધક વાક્યને પણ પરાર્થનુમાન કહેલ છે. પક્ષનું સ્વરૂપ અને તેના પ્રયોગનું સમર્થન -
साध्याभ्युपगमः पक्ष प्रत्यक्षादयनिराकृतः । तत्प्रयोगोऽत्र कर्तव्यो हेतोर्गोचरदीपकः ॥१४॥ अन्यथा वादयभिप्रेतहेतुगोचरमोहिनः । प्रत्याय्यस्य भवेद्धेतुर्विरुद्धारेकितो यथा ॥१५॥ धानुष्कगुणसम्प्रेक्षिजनस्य परिविध्यतः । धानुष्कस्य विना लक्ष्यनिर्देशने गुणेतरौ ॥१६॥
પ્રત્યક્ષ આદિ અર્થાત્ પ્રત્યક્ષ, અનુમાન, સ્વવચન, અને લોક વડે અબાધિત એવો જે સાધ્યનો સ્વીકાર - પ્રતિજ્ઞા તે પક્ષ. તેનો અહિં પરાથનુમાન પ્રસંગે પ્રયોગ કરવો જોઈએ. કારણ કે તે પક્ષ જ હેતુના વિષયનો પ્રદર્શક બને છે.
પક્ષનો પ્રયોગ કરવામાં ન આવે તો વાદીને ઈષ્ટ એવા હેતુના સ્થળ વિષે, મોહ પામનાર શ્રોતાને હેતુ વિષે, વિરોધની શંકા થાય. જેમ નિશાન ચોકક્સ નકકી કર્યા સિવાય તીર નાર બાણાવળીના જે ગુણ કે દોષ તે બાણાવળીના ગુણપ્રેક્ષક તટસ્થ માણસને વિપરીત પણ ભાસે.
પ્ર. વાદિએ સ્વીકારેલું સાધ્ય પ્રત્યક્ષ અનુમાનાદિથી અબાધિત હોવું