________________
માયાવતાર
પરાર્થે પ્રમાણનું લક્ષણ -
स्वनिश्चयवदन्येषां निश्वयोत्पादनं बुधैः । परार्थं मानमाख्यातं वाक्यं तदुपचारतः ॥ १० ॥
જેના વડે પોતાના નિશ્ચય જેવો નિશ્ચય બીજાને ઉત્પન્ન કરાવી શકાય તેને વિદ્વાનોએ પરાર્થપ્રમાણ કહ્યું છે. એવું પરાર્થ પ્રમાણ તે વાક્ય. પણ તે ઉપચારથી.
૨૫
પ્ર. વકતા પોતાના આત્મામાં જે જાતનું જ્ઞાન હોય તેવા જ્ઞાનને જ બીજાના આત્મામાં શબ્દવડે ઉતારવાનો પ્રયત્ન કરે છે. તેથી શબ્દ જ પરાર્થ થયો. અને શબ્દ તો અજ્ઞાન જડ પુદ્ગળરૂપ છે એટલે જ્ઞાનપ્રમાણવાદી જૈન જડ શબ્દને પ્રમાણ કેવી રીતે કહી શકે ?
ઉ. જો કે શબ્દ એ જ્ઞાનરૂપ નથી તો પણ શ્રોતાને જ્ઞાન કરાવવામાં તે સાક્ષાત્ ઉપયોગી હોવાથી તેને ઉપચારથી - આરોપથી પ્રમાણ કહેલ
છે.
અનુમાનની પેઠે પ્રત્યક્ષનું પણ પરાર્થપણું -
प्रत्यक्षेणानुमानेन प्रसिद्धार्थप्रकाशनात् । परस्य तदुपायत्वात् परार्थत्वं द्वयोरपि ॥ ११ ॥
વક્તા દ્વારા પ્રત્યક્ષ અને અનુમાન વડે પોતે નિશ્ચિત કરેલ વિષયનું પ્રકાશન થતું હોવાથી, અને તે પ્રકાશન પર શ્રોતાની પ્રતીતિનો ઉપાય થતું હોવાથી બન્ને (પ્રત્યક્ષ અને અનુમાન)નું પણ પરાર્થપણું સંભવે છે. પ્ર. અહિં પ્રત્યક્ષ અને અનુમાન બન્નેનું પરાર્થપણું બતાવવાનો શો
હેતુ ?
ઉ. બૌદ્ધ સામે પોતાનો મતભેદ બતાવવો તે. બૌદ્ધો અનુમાન જ્ઞાનને, તે સવિકલ્પક હોવાથી, શબ્દ દ્વારા બીજાના આત્મામાં ઉતારવા લાયક માને છે, અને તેથી તેઓ અનુમાનને જ પરાર્થ કહે છે; પ્રત્યક્ષને નહિ. કારણ બતાવતાં તેઓ કહે છે કે, – પ્રત્યક્ષ, પ્રમાણ હોવાથી તે, શબ્દ દ્વારા બીજાના આત્મામાં ઉતારી શકાતું નથી. આ મત સામે ગ્રન્થકારનો
-