________________
૩૦
ન્યાયાવતાર
પ્રતીતિ થઈ જાય છે. હેતુપ્રયોગનું કાર્ય માત્ર સાધ્યની પ્રતીતિ કરાવવાનું છે. એ કાર્ય જો કોઈ એક જ જાતના હેતુપ્રયોગથી સિદ્ધ થતું હોય તો તે માટે બીજી જાતનો હેતુપ્રયોગ વૃથા હોવાથી ન કરવો.
ન
સાધર્મો અને વૈધર્મો દૃષ્ટાન્તનું સ્વરૂપ -
साध्यसाधनयोर्व्याप्तिर्यत्र निश्चीयतेतराम् । साधर्म्येण स दृष्टान्त: सम्बन्धस्मरणान्मतः ॥ १८॥
જયાં સાધ્ય અને સાધનની વ્યાપ્તિ સ્પષ્ટપણે નિર્ણીત થાય તે સાધર્મ્યુ
દષ્ટાંત. તેનો પ્રયોગ જો પ્રતિવાદીને સંબંધનું સ્મરણ કરાવવું હોય તો જ
ઈષ્ટ છે.
साध्ये निवर्तमाने तु साधनस्याप्यसम्भवः । ख्याप्यते यत्र दृष्टान्ते वैधर्म्येणेति स स्मृतः ॥ १९ ॥
સાધ્ય નિવૃત્ત થાય (અર્થાત્ ન હોય) ત્યારે હેતુનો પણ અસંભવ જ છે, એવું જે દષ્ટાન્તમાં બતાવાય તે વૈધર્મદષ્ટાંત મનાય છે.
પ્ર. પ્રતિવાદીને સંબંધનું સ્મરણ કરાવવું હોય તો જ દૃષ્ટાન્તનો પ્રયોગ ઈષ્ટ છે એ કથનનો વધારે ફલિત અર્થ શો ?
ઉ. દૃષ્ટાન્ત એ દરેક પ્રતિવાદી માટે આવશ્યક નથી. કારણ કે તેના પ્રયોગનું પ્રયોજન માત્ર વ્યાપ્તિ સંબંધનું સ્મરણ કરાવવું એટલું જ છે. તેથી જે પ્રતિવાદીએ પ્રથમ વ્યાપ્તિ સંબંધનું જ્ઞાન મેળવેલું હોય પણ તેની તેને વિસ્મૃતિ થઈ હોય તેવા પ્રતિવાદીને એ સંબંધની સ્મૃતિ કરાવવા માટે વાદીએ દૃષ્ટાન્તનો પ્રયોગ કરવો. બીજે સ્થળે નહિ. એવાં બીજા બે સ્થળો કલ્પી શકાય. એક તો એ કે જેમાં પ્રતિવાદીને વ્યાપ્તિ સંબંધનું જ્ઞાન જ ન થયું હોય અને બીજું એ કે જેમાં તેને તેવા સંબંધનું જ્ઞાન થયું હોય અને તેની સ્મૃતિ પણ હોય. પહેલાં સ્થળમાં સંબંધનું જ્ઞાન જ થએલું ન હોવાથી તેવું જ્ઞાન જ કરાવવું પ્રાપ્ત થાય છે, જે દૃષ્ટાન્ત દ્વારા નહિ પણ પ્રત્યક્ષ આદિ પ્રમાણો દ્વારા કરાવી શકાય. તેથી તેવા સ્થળ માટે દૃષ્ટાન્ત નકામું છે. બીજા સ્થળમાં સંબંધની સ્મૃતિ જ હોવાથી દૃષ્ટાન્તનું કશું કાર્ય ન કહેવાને લીધે તેનો પ્રયોગ નકામો છે.