Book Title: Nyayavatar Sutra
Author(s): Sukhlal Sanghvi
Publisher: Shardaben Chimanbhai Educational Research Institute

View full book text
Previous | Next

Page 42
________________ માયાવતાર પ્રતિવાદીને જે સિદ્ધ હોય, જે પ્રત્યક્ષ અને અનુમાનથી તથા લોક અને સ્વવચનથી બાધિત હોય તે પક્ષાભાસ. એ અનેક પ્રકારે મનાય છે. પ્ર. પક્ષાભાસ એટલે શું? ઉ. પક્ષના સ્થાનમાં યોજાવાને લીધે પક્ષના જેવો દેખાવા છતાં જે પક્ષનું કામ ન કરે તે પક્ષાભાસ. પ્ર. તેના જે અનેક પ્રકારો ઉપર કહ્યા તેના દાખલા આપો. ઉ. જેને ઘટનું પગલિકપણ સિદ્ધ - નિશ્ચિત હોય તેની સામે તે સિદ્ધ કરવા પક્ષ મૂકવો કે “ઘટ પૌદ્ગલિક છે.” તો એ પક્ષાભાસ છે, કારણ કે પક્ષ મૂકીને સિદ્ધિ તો અસિદ્ધ વસ્તુની કરાય છે; નહિ કે સિદ્ધ વસ્તુની. જે સિદ્ધ છે તેની સિદ્ધિ શું? તેથી સિદ્ધને સાધવા મૂકેલ પક્ષ એ પક્ષાભાસ છે. પ્રત્યક્ષબાધિત એ બીજો પક્ષાભાસ. જેમ કે “અગ્નિ અનુષ્ણ-શીત છે' એવો પક્ષ મૂકવો તે. કારણ કે અગ્નિનું અનુષ્ણપણું એ ઉષ્ણપણાના પ્રત્યક્ષજ્ઞાનથી બાધિત છે. ત્રીજો પક્ષાભાસ લિંગ-અનુમાન બાધિત જેમ કે, ‘પુનર્જન્મ નથી” એ પક્ષ મૂકવો તે. કારણ કે એ કથન પુનર્જન્મના અસ્તિત્વસાધક અનુમાનથી બાધિત છે. ચોથો પક્ષાભાસ લોકબાધિત. જેમ કે “માતા ગમ્ય-ભોગ્ય છે.” એમ કહેવું છે. કારણ કે માતાના ગમ્યપણાનો પક્ષ લોકવ્યવહારથી બાધિત છે. અને પાંચમો પક્ષાભાસ સ્વવચનબાધિત. જેમ કે એમ કહેવું જે “મારી માતા વંધ્યા છે. આ પક્ષ વક્તાના પોતાના વચનથી જ બાધિત છે. કારણ જો તેની માતા વંધ્યા હોત તો તે પોતે જન્મે જ ક્યાંથી ? અને જો તે જમ્યો છે તો તેની માતા વંધ્યા નથી. એટલે મારી માતા વંધ્યા છે એ કથન બાધિત છે. હેવાભાસનું સ્વરૂપ - अन्यथाऽनुपपन्नत्वं हेतोर्लक्षणमीरितम् । तदप्रतीतिसन्देहे विपर्यासैस्तदाभता ॥२२॥ અન્યથાઅનુપપનપણું એવું હેતુનું લક્ષણ કહેવામાં આવ્યું છે. તેની અપ્રતીતિ, સદેહ અને વિપર્યાસને લીધે હેત્વાભાસપણું મનાય છે. પ્ર. અન્યથાઅનુપપનપણું એટલે શું?

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58