________________
२६
ન્યાયાવતાર
વાંધો છે. ગ્રન્થકાર કહે છે કે, સવિકલ્પક પણ પ્રત્યક્ષ પ્રમાણ હોય છે અને તેથી તે પણ શબ્દ દ્વારા બીજાના આત્મામાં સંક્રાન્ત કરી શકાય. અને તેથી તેને પણ અનુમાનની પેઠે પરાર્થ માનવું યોગ્ય છે. તેવી જ રીતે વળી ન્યાયદર્શનમાં પરાર્થપ્રમાણરૂપે માત્ર અનુમાન જ પ્રસિદ્ધ છે. તેથી તેની સામે ગ્રન્થકાર પોતાનો વિચાર સ્પષ્ટપણે મૂકે છે કે જે યુકિતથી અનુમાનને પરાર્થ કહી શકાય, તે જ યુક્તિથી પ્રત્યક્ષને પણ પરાર્થ કહી શકાય. પરાર્થ પ્રત્યક્ષ પ્રમાણનું સ્વરૂપ -
प्रत्यक्षप्रतिपन्नार्थप्रतिपादि च यद्वचः । प्रत्यक्षं प्रतिभासस्य निमित्तत्वात् तदुच्यते ॥१२॥
પ્રત્યક્ષ પ્રમાણથી નિશ્ચિત થએલ અર્થનું બોધક જે વચન તે પ્રત્યક્ષ કહેવાય છે. કારણ કે તે વચન શ્રોતાના પ્રતિભાસ-પ્રત્યક્ષ ભાનનું નિમિત્ત થાય છે.
પ્ર. વક્તાનું પ્રત્યક્ષ જ્ઞાન શ્રોતામાં પ્રત્યક્ષ જ્ઞાન ઉત્પન્ન કરે છે એમ માનીએ ત્યારે તો શ્રોતાના જ્ઞાનમાં વકતાનું જ્ઞાન નિમિત્ત થતું હોવાથી તે જ જ્ઞાન સાધન હોઈ પ્રમાણ કાં ન કહેવાય ? અને જો કહેવાય તો શબ્દને પરાર્થપ્રત્યક્ષ પ્રમાણરૂપ શા માટે કહ્યો ?
ઉ. શ્રોતાના જ્ઞાનમાં વક્તાનું જ્ઞાન નિમિત્ત છે ખરું, પણ તે શબ્દદ્વારા, નહિ કે સાક્ષાત્ જે મધ્યે શબ્દનું વાહન ન હોય તો વક્તાનું જ્ઞાન શ્રોતામાં જ્ઞાન જન્માવી ન શકે. તેથી શબ્દ એ સાક્ષાત્ નિમિત્ત છે અને વકતાનું જ્ઞાન એ પરંપરાથી નિમિત્ત છે, માટે જ અહિં સાક્ષાત્ નિમિત્તરૂપ શબ્દને પરાર્થપ્રમાણ કહે છે. પરાર્થાનુમાન પ્રમાણનું સ્વરૂપ -
- સાધ્યવિનામુલો તો હુ પ્રતિપાલવમ્.
परार्थमनुमानं तत् पक्षादिवचनात्मकम् ॥१३॥ જે વાક્ય સાધ્યવ્યાપ્ત હેતુનું પ્રતિપાદક હોય તે પરાર્થ અનુમાન છે.