________________
૨૪
ન્યાયાવતાર
છે કે “vમેસિદ્ધિ પ્રમાદ્ધિ (ઈશ્વરકૃષ્ણ). આ એક વિચાર.
તેવી રીતે પ્રમાણ એટલે સ્વ-પર નિર્ણયકારી જ્ઞાન. પ્રમાણનું આવું સ્વરૂપ તો ત્યારે જ સંભવી શકે જે સ્વ અને પર જેવી બે વસ્તુઓ હોય. જે એવી કોઈ બે વસ્તુઓ જ ન હોય અગર બેમાંથી એકાદ ન હોય તો સ્વ-પર નિર્ણયકારી પ્રમાણ હોય છે એવો વિચાર જ ન સંભવે. તેથી ગ્રન્થકાર કહે છે કે, જ્ઞાનનું સ્વરૂપ અને તભિન્ન વસ્તુ એ બને સિદ્ધ હોવાથી જ પ્રમાણનું લક્ષણ પણ સિદ્ધ છે - અર્થાત્ પ્રમાણનું સ્વરૂપ પ્રમેયના અસ્તિત્વને આભારી છે. આ બીજો વિચાર.
પહેલાં વિચારમાં પ્રમેયના સ્વરૂપનું જ્ઞાન (નહિ કે તેની નિષ્પત્તિ યા બંધારણ) પ્રમાણના અસ્તિત્ત્વને લીધે છે એવો ભાવ છે. અને બીજામાં પ્રમાણના સ્વરૂપનું બંધારણ યા નિષ્પત્તિ (નહિ કે તેનું જ્ઞાન) પ્રમેયના અસ્તિત્વને લીધે છે એવો ભાવ છે. શબ્દ પ્રમાણનું લક્ષણ -
दृष्टेष्टाव्याहताद् वाक्यात् परमार्थाभिधायिनः । तत्त्वग्राहितयोत्पन्नं मानं शब्दं प्रकीर्तितम् ॥८॥
જેનો અર્થ પ્રમાણથી બાધિત નથી એવા અને સત્ય અર્થના બોધક વાક્યથી તત્ત્વના ગ્રાહકરૂપે જે પ્રમાણ ઉત્પન્ન થયું હોય તે શાબ્દ કહેવાય
શાસ્ત્રનું લક્ષણ -
आप्तोपज्ञमनुल्लध्यमदृष्टेष्टविरोधकम् । तत्त्वोपदेशकृत् सार्वं शास्त्रं कापथघट्टनम् ॥९॥
જે સૌથી પહેલાં આપ્ત અર્થાત્ સર્વજ્ઞ વડે પ્રરૂપાયું હોય; જે બીજાઓ દ્વારા પરાભવ પામે તેવું ન હોય; જેનો અર્થ પ્રમાણથી બાધિત ન હોય; અને જે તત્વનો ઉપદેશ કરનારું અને સર્વ હિતાવહ હોય; તે જ એકાન્તવાદ રૂપ મિથ્યા માર્ગોનું નિરાકરણ કરનાર (સાચું) શાસ્ત્ર હોય છે.