________________
ન્યાયાવતાર
જૈનદર્શન સંમત હોવાની તત્ત્વાર્થ સૂત્રદ્વારા છાપ મારી તેને જ આચાર્ય કુંદકુંદે મંજુર રાખી. તેઓએ પણ પ્રવચનસારના પ્રથમ પ્રકરણમાં તત્ત્વાર્થસૂત્રની જેમ પહેલાં બે જ્ઞાનને પરોક્ષ અને બાકીના ત્રણ જ્ઞાનને પ્રત્યક્ષરૂપે વર્ણવ્યાં છે. આગમિક અને તાર્કિક પદ્ધતિના સમન્વયનો આટલો પ્રયત્ન થયાં પછી પણ જિજ્ઞાસુઓને શંકા માટે અવકાશ હતો જ. તેથી વળી પ્રશ્ન થવા લાગ્યો કે “તમે (જૈનાચાર્યો) તો મતિ અને શ્રુતને પરોક્ષ કહો છો જ્યારે જૈનેતર દાર્શનિક વિદ્વાનો મતિજ્ઞાન તરીકે વર્ણવાતા ઈદ્રિય જન્ય જ્ઞાનને પ્રત્યક્ષ કહે છે. તો આ બાબતમાં સત્ય શું સમજવું ? શું તમારા કથન પ્રમાણે મતિજ્ઞાન એ ખરેખર પરોક્ષ જ છે કે દર્શનાંતરીય વિદ્વાનોના કથન પ્રમાણે એ પ્રત્યક્ષ છે.” આ પ્રશ્ન એક રીતે વાચકશ્રીના સમન્વયંમાંથી જ ઉદ્ભવે તેવો છે અને તે દેખીતી રીતે વિકટ પણ લાગે છે. પરંતુ આનું સમાધાન વાચકશ્રી અને કુંદકુંદાચાર્ય પછી થતું દેખાય છે.
એ સમાધાનના બે પ્રયત્નો આગમોમાં નજરે પડે છે. પહેલો પ્રયત્ન અનુયોગદ્વારમાં અને બીજે નંદિસૂત્રમાં. બન્નેની રીત જૂદી જૂદી છે. અનુયોગદ્વારમાં પ્રત્યક્ષ અનુમાન આદિ ચાર પ્રમાણોના ઉલ્લેખની ભૂમિકા બાંધી, તેમાંથી પ્રત્યક્ષના બે ભાગો પાડી, એક ભાગમાં મતિજ્ઞાનને પ્રત્યક્ષ તરીકે માન્ય રાખવામાં આવ્યું અને બીજા ભાગમાં વાચકથીએ સ્વીકારેલ અવધિ આદિ ત્રણ જ્ઞાનોનું પ્રત્યક્ષપણું કબૂલ રાખવામાં આવ્યું. જ્યારે નંદિસૂત્રનો સમાધાન-પ્રયત્ન બીજી જ રીતનો છે. તેમાં પ્રમાણના પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે ભેદો લઈ, પ્રત્યક્ષ ભેદના બે ભાગ પાડી, પહેલાં ભાગમાં મતિજ્ઞાનને અને બીજામાં અવધિ આદિ ત્રણ જ્ઞાનોને અનુયોગદ્વારની પેઠે પ્રત્યક્ષરૂપે બતાવ્યાં છે ખરાં, પણ વળી આગળ જતાં જ્યાં પરોક્ષ ભેદનું વર્ણન કરવાનો પ્રસંગ આવે છે ત્યાં નંદિકાર શ્રુતજ્ઞાનની સાથે મતિજ્ઞાનને પણ પરોક્ષ તરીકે વર્ણવે છે; જે વર્ણન અનુયોગદ્વારમાં નથી. અનુયોગદ્વાર અને નંદિના કર્તાએ એક સરખી જ રીતે દર્શનાંતરમાં અને લોક વચ્ચેનો વિરોધ દૂર તો કર્યો પણ તેટલા માત્રથી એ સમન્વયનો વિચાર બિલકુલ
સ્પષ્ટ અને અસંદિગ્ધ તો ન જ થયો. એક રીતે ઉલટો ગોટાળો થયા જેવું થયું. લોકમાન્યતાનો સંગ્રહ કરવા જતાં ઈદ્રિયજન્ય (મતિ) જ્ઞાનને તમે (જૈનાચાય) પ્રત્યક્ષયે કહો છો અને પરોક્ષ પણ કહો છો, ત્યારે શું તમે