________________
ભાયાતાર
૧૧
ભિન્ન પ્રસ્થાનવાળા કર્મશાસ્ત્રમાં તે જ પદ્ધતિ સ્વીકારાએલી છે. આ કારણથી એમ કહી શકાય કે ભગવાન મહાવીરના સ્વતંત્રવિચારનું વ્યકિતત્વ આગમિક પદ્ધતિમાં જ છે. બીજી તાર્કિક પદ્ધતિ જો કે જૈન વાડ્મયમાં ઘણાં જુના કાળથી જ દાખલ થયેલી લાગે છે; પણ તે આગમિક પદ્ધતિની પછી જ અનુક્રમે દાર્શનિક સંઘર્ષણ તેમ જ તર્કશાસ્ત્રનું પરિશીલન વધવાને પરિણામે યોગ્ય રીતે સ્થાન પામી હોય તેમ ભાસે છે.
મૂળ અંગ ગ્રન્થોમાંથી ત્રીજા સ્થાનાંગ નામના આગમમાં તાર્કિક પદ્ધતિના બન્ને પ્રકારોનો નિર્દેશ છે. ભગવતી નામક પાંચમા અંગમાં ચાર ભેટવાળા બીજા પ્રકારનો નિર્દેશ છે. મૂળ અંગોમાં આગમિક અને તાર્કિક બને પદ્ધતિએ સમગ્ર જ્ઞાનવૃત્તિનું નિરૂપણ થએલું હોવા છતાં પણ કયાંયે એ બે પદ્ધતિનો પરસ્પર સમન્વય કરાએલો નજરે પડતો નથી. શ્રીમદ્ ભદ્રબાહુકૃત દશવૈકાલિકનિયુકિત (પ્રથમાધ્યયન)માં ન્યાયપ્રસિદ્ધ પરાર્થ અનુમાનનું અતિ વિસ્તૃત અને અતિ ફુટ વર્ણન જૈન દષ્ટિએ કરવામાં આવ્યું છે તે ઉપરથી એટલું તો લાગે છે કે નિયુક્તિકારના પહેલાં જ તાર્કિક પદ્ધતિ જૈન શાસ્ત્રમાં સ્થાન પામી હશે. છતાં નિર્યુકિત સુદ્ધામાં એ બે પદ્ધતિનો સમન્વય થએલો જણાતો નથી.
પરંતુ કાળક્રમે જેમ જેમ દાર્શનિક સંઘર્ષ અને તકનો અભ્યાસ વધતો ગયો તેમ તેમ પ્રથમથી જ આગમમાં પ્રચલિત એ બે પદ્ધતિના સમન્વયનો પ્રશ્ન વધારે સ્પષ્ટપણે ઉપસ્થિત થવા લાગ્યો. આગમમાં મૂળ જ્ઞાનના મતિ થત આદિ એવા પાંચ વિભાગો છે. તેમ જ પ્રત્યક્ષ, પરોક્ષ એમ બે; અને પ્રત્યક્ષ, અનુમાન આદિ એમ ચાર પણ છે. તેમાં કાંઈ વિરોધ છે કે નહિં? અને ન હોય તો તેનો સમન્વય શી રીતે ? આ પ્રશ્ન થવા લાગ્યો. એનો ઉત્તર આપવાનો પ્રથમ પ્રયાસ વાચક ઉમાસ્વાતિના તત્ત્વાર્થ સૂત્રમાં થએલો જણાય છે. સમગ્ર આગમોનું દોહન કરી સમસ્ત જૈન પદાથોને, લોકપ્રિય દાર્શનિક સંસ્કૃત સૂત્ર શૈલીમાં, સૌથી પહેલાં ગૂંથનાર જૈનાચાર્ય વાચક ઉમાસ્વાતિ છે. તેથી તેઓ ઉક્ત પ્રશ્નનું સમાધાન કર્યા વિના ન જ રહે તે દેખીતું છે. તત્ત્વાર્થના પ્રથમ અધ્યાયમાં મુખ્યપણે જ્ઞાનનું નિરૂપણ છે. તેમાં વાચકશ્રીએ આગમિક ભૂમિકા ઉપર તાર્કિક પદ્ધતિ ઘટાવી છે. જ્ઞાનના મતિ, ધૃત આદિ પાંચ ભેદો બતાવી તેને તાર્કિક પદ્ધતિના