________________
સવિવેચન ન્યાયાવતાર
પ્રમાણનું લક્ષણ, સ્વરૂપ અને તેના ભેદો:
प्रमाणं स्वपराभासि ज्ञानं, बाधविवर्जितम् । प्रत्यक्षं च परोक्षं च द्विधा, मेयविनिश्चयात् ॥१॥
સ્વપર પ્રકાશક તેમ જ નિબંધ એવું જે જ્ઞાન તે પ્રમાણ. તેના પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે ભેદો છે. કારણ કે મેય-તત્વનો નિર્ણય બે પ્રકારે થાય
પ્ર. સ્વપર પ્રકાશક એટલે શું? અને તે સમજવા કાંઈ દષ્ટાંત છે ?
ઉ. જેમ દીવો બીજી વસ્તુઓને પ્રકાશિત કરે છે અને પોતાને પણ પ્રકાશિત કરે છે; (કારણ કે દીવાને પ્રકાશિત કરવા માટે બીજા દીવાની જરૂર પડતી નથી માટે તે સ્વ-પર પ્રકાશક છે. તેમ જ્ઞાન પણ વૃક્ષ, પક્ષી આદિ અન્ય વસ્તુઓને જણાવવા ઉપરાંત પોતાના સ્વરૂપને પણ જણાવે છે. કારણ કે જ્ઞાન ઉત્પન્ન થયું એટલે તે આપોઆપ જણાઈ જાય છે. એ જ તેનું સ્વપર પ્રકાશપણું.
પ્ર. નિબંધ એટલે શું?
ઉ. બાધા વિનાનું તે નિબંધ હોય છીપલી પણ તે ચગચકિત હોવાથી તેમાં ચાંદીનું જ્ઞાન થાય તો તે જ્ઞાન બાધાવાળું છે. કારણ કે એ જ્ઞાનથી ચાંદી લેવા પ્રવૃત્તિ કરનાર તેને મેળવી શકતો નથી. એટલે તે જ્ઞાન પ્રવૃત્તિ બાદ ખોટું કરે છે. ખોટું કરવું એ જ જ્ઞાનનો બાધ.