Book Title: Nyayavatar Sutra
Author(s): Sukhlal Sanghvi
Publisher: Shardaben Chimanbhai Educational Research Institute

View full book text
Previous | Next

Page 30
________________ ૨૦ ન્યાયાવતાર પ્ર. પ્રમાણના બે ભેદ પાડવાના કારણ તરીકે તત્ત્વોનો બે પ્રકારનો નિર્ણય કહ્યો છે તેને વિશેષ સ્પષ્ટ કરો. ઉ. દરેક જ્ઞાન, પછી તે પ્રત્યક્ષ હોય કે પરોક્ષ; પોતાના સ્વરૂપને પ્રકાશિત કરવામાં એટલે સ્વસંવેદનમાં તો પ્રત્યક્ષ જ છે. પરોક્ષ એવો જે ભેદ છે તે બાહ્ય અર્થની અપેક્ષાએ અર્થાત્ જે જ્ઞાન અન્ય વિષયને સાક્ષાત્પણે જાણે તે પ્રત્યક્ષ અને જે અસાક્ષાત્પણ-અસ્પષ્ટપણે જાણે તે પરોક્ષ. નિર્ણયો ગમે તેટલા અને ગમે તેવા હોય; કાં તો તે વિશદ હશે અને કાં તો અવિશદ. આ રીતે વિશદ-અવિશદપણાના ભેદને લીધે પ્રમાણના મુખ્યતયા બે જ ભેદો પડે છે. પ્રમાણના લક્ષણ-કથનનું પ્રયોજન શું એવી શંકા प्रसिद्धानि प्रमाणानि व्यवहारश्च तत्कृतः। प्रमाणलक्षणस्योक्ती ज्ञायते न प्रयोजनम् ॥२॥ પ્રમાણો અને તેમનાથી નિષ્પન્ન થતો વ્યવહાર એ બન્ને પ્રસિદ્ધ છે – દરેક પ્રાણીને સ્વાનુભવસિદ્ધ છે. તો પછી પ્રમાણનું લક્ષણ કહેવામાં શું પ્રયોજન છે તે સમજાતું નથી. ઉક્ત શંકાનું નિરાકરણ - प्रसिद्धानां प्रमाणानां लक्षणोक्तौ प्रयोजनम् । तद्व्यामोहनिवृत्तिः स्यात् व्यामूढमनसामिह ॥३॥ અહિં પ્રમાણના સ્વરૂપ વિષે જેઓ અજ્ઞ છે તેઓનું એ અજ્ઞાન દૂર થાય એ જ પ્રસિદ્ધ એવા પ્રમાણોના લક્ષણ-કથનનું પ્રયોજન છે. પ્ર. લક્ષણ એટલે શું અને તેનું પ્રયોજન શું? ઉ. કોઈપણ વસ્તુની પૂર્ણ વ્યાખ્યા આપવી તે તેનું લક્ષણ. તેના પ્રયોજન બે છે. એક તો એ કે તે વસ્તુને બીજી વસ્તુઓથી તદ્દન જુદી પાડી ઓળખાવી આપવી; અને બીજું એ કે એવી ઓળખાણ કરાવી તે વસ્તુ વડે તેના વ્યવહારને સધાવવો.

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58