________________
૧૨
નામાવતાર
પ્રથમ પ્રકારમાં ઘટાવતાં વાચકશ્રી કહે છે કે પહેલાં બે જ્ઞાન પરોક્ષ; અને બાકીના ત્રણે પ્રત્યક્ષ છે. પરોક્ષ અને પ્રત્યક્ષ એ બે ભેદવાળી પ્રથમ પ્રકારની તાર્કિક પદ્ધતિને આગમિક પદ્ધતિમાં ઘટાવનાર આગમાભ્યાસી વાચકશ્રી આગમોમાં ઉલ્લિખિત ચાર ભેદવાળી બીજી તાર્કિક પદ્ધતિને ભૂલી જાય એમ બનવું અસંભવ છે, તેથી જ તેઓએ પોતાના તત્ત્વાર્થભાષ્યમાં પતુનિયમિત્યુત્ત કહી ચાર પ્રમાણનું પણ સૂચન કર્યું છે. પરંતુ જેમ પાંચ જ્ઞાનને પરોક્ષ અને પ્રત્યક્ષ એ બે પ્રમાણભેદમાં સુત્રદ્વારા ઘટાવ્યા છે; તેમ એ પાંચ જ્ઞાનને પ્રત્યક્ષ, અનુમાન આદિ ચાર પ્રમાણોમાં સૂત્ર કે ભાષ્ય સુદ્રામાં ઘટાવ્યા નથી. માત્ર કોઈ ચાર પ્રમાણ માને છે એટલું જ ચતુર્તિયમિત્યે એ ભાષ્ય વાક્યદ્વારા સૂચન કર્યું છે. આ સૂચન કરતી વખતે વાચકશ્રી
સામે “બીજી ચાર ભેદવાળી તાર્કિક પદ્ધતિ જે આગમમાં નિર્દિષ્ટ થયેલી છે તે જૈનદર્શનને માન્ય છે કે નહિં; અને માન્ય હોય તો તેમાં પણ પાંચ જ્ઞાન કેમ ઘટાવતા નથી ?'' એવો જીજ્ઞાસુ શિષ્યોનો કે દર્શનાંતરીય પ્રતિવાદીઓનો પ્રશ્ન હતો. એ પ્રશ્નનું નિરાકરણ કોઈ ચાર પ્રકારનું પ્રમાણ માને છે એટલા કથનથી થતું નથી. બહુ તો એ કથનદ્વારા એટલું જ ફલિત થાય કે આગમોમાં સ્થાન પામેલ ચાર પ્રમાણોનો વિભાગ એ કોઈ બીજા દર્શનકારોનો એ માન્ય કરેલો વિભાગ છે; પણ તે જૈનદર્શનને પણ અનિષ્ટ નથી; એ સૂચવવા વાચકથી આગળ વધીને કહે છે કે નવવાવાન્તોળ અર્થાત્ ચતુર્વિધ પ્રમાણનો વિભાગ અપેક્ષા વિશેષે સમજવો. આ જ ટૂંક સૂચનને વળી તેઓ આગળ જતાં નયસૂત્રના ભાષ્યમાં સ્પષ્ટ કરી કહે છે કે શબ્દનયની અપેક્ષાએ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અને શબ્દ:એ ચારેનું પ્રામાણ્ય સ્વીકારવામાં આવે છે. વાચકશ્રીના પૂર્વાપર એ કથનનો સાર એટલો જ નીકળી શકે કે બે ભેદવાળી પ્રથમ પ્રકારની તાર્કિક પદ્ધતિ જ જૈનદર્શનને વધારે બંધ બેસતી છે. અને ચાર ભેદવાળી તાર્કિક પદ્ધતિ આગમમાં નિર્દિષ્ટ છતાં મૂળે એ દર્શનાંતરની છે; પણ જૈનદર્શનને અમુક અપેક્ષાએ તેનો સ્વીકાર કરવામાં કશી અડચણ નથી. આ જ કારણથી તેઓએ પ્રથમ પ્રકારની તાર્કિક પદ્ધતિમાં જેમ પાંચ જ્ઞાનનો વિભાગ ઘટાવ્યો તેમ બીજા પ્રકારની તાર્કિક પદ્ધતિમાં ભાષ્ય સુદ્ધામાં ઘટાવ્યો નથી.
વાચકશ્રીએ જે પ્રત્યક્ષ અને પરોક્ષભેદની તાર્કિક પદ્ધતિને મુખ્યપણે
-