________________
૧૦
ભાયાવતાર
છીએ ત્યારે હૃદયમાં સાશ્ચર્ય આનંદ થવા સાથે જૈન તત્ત્વચિંતક મહર્ષિ પ્રત્યે બહુમાન થયા વિના રહેતું નથી. અને તત્ત્વચિંતન-મનનરૂપ તેઓની જ્ઞાનોપાસનાની મુક્ત કંઠે પ્રશંસા કરવા મન લલચાય છે.
જૈન સાહિત્યમાં જ્ઞાનનિરૂપણની બે પદ્ધતિ નજરે પડે છે. પહેલી આગમિક અને બીજી તાર્કિક. આગમિક પદ્ધતિમાં મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવલ એ રીતે જ્ઞાનના પાંચ ભેદો પાડી સમગ્ર જ્ઞાનવૃત્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. તાર્કિક પદ્ધતિના બે પ્રકારો વર્ણવેલા છે.
(૧) પહેલો પ્રકાર પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે ભેદનો; અને
(૨) બીજો પ્રકાર પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ એ ચાર ભેદનો છે.
પહેલી પદ્ધતિને આગમિક કહેવાનાં મુખ્ય બે કારણો છે:
(મ) કોઈ પણ જૈનેતર દર્શનમાં નહિ વપરાએલા એવા મતિ, કૃત, અવધિ આદિ જ્ઞાનવિશેષવાચી નામો વડે જ્ઞાનનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે; અને,
(૬) જૈનથુતના ખાસ વિભાગ રૂપ કર્મશાસ્ત્રમાં કર્મપ્રકૃતિઓનું જે વર્ગીકરણ છે તેમાં જ્ઞાનાવરણીયકર્મના વિભાગ તરીકે મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યાયજ્ઞાનાવરણ, કેવલજ્ઞાનાવરણ (નહિ કે પ્રત્યક્ષાવરણ, પરીક્ષાવરણ, અનુમાનાવરણ, ઉપમાનાવરણ આદિ) એવા શબ્દો યોજાએલા છે તે.
બીજી પદ્ધતિને તાર્કિક કહેવામાં પણ મુખ્ય બે કારણ છે:
(૪) તેમાં યોજાએલ પ્રત્યક્ષ, પરોક્ષ, અનુમાન, ઉપમાન આદિ શબ્દો ન્યાય, બૌદ્ધ આદિ જૈનેતર દર્શનોમાં પણ સાધારણ છે તે; અને,
(૨) પ્રત્યક્ષ, પરોક્ષ આદિપે સમગ્ર જ્ઞાનવૃત્તિનું પૃથકકરણ કરવામાં તર્કદષ્ટિ પ્રધાન છે તે.
ગણધર શ્રી સુધર્મ પ્રણીત મૂળ આગમોથી માંડીને ઉપાધ્યાય યશોવિજયજીની કૃતિ સુધીનાં જ્ઞાનનિરૂપણ વિષયક સમગ્ર શ્વેતાંબર-દિગંબર વાડ્મય (માત્ર કર્મશાસ્ત્ર બાદ કરીને) આગમિક અને તાર્કિક બને પદ્ધતિઓનો સ્વીકાર કરાએલો છે. એ બેમાં આગમિક પદ્ધતિ જ પ્રાચીન હોય તેમ લાગે છે. કારણ કે જૈન તત્વચિંતનની ખાસ વિશિષ્ટતા અને