Book Title: Nyayavatar Sutra
Author(s): Sukhlal Sanghvi
Publisher: Shardaben Chimanbhai Educational Research Institute

View full book text
Previous | Next

Page 15
________________ ---- ન્યાયાવતાર અલબત્ત વૈશેષિકસૂત્રના પ્રશસ્તપાદ ભાગમાં એ જ પ્રસંગે વપરાએલું અવિરોધી પદ પણ ન્યાયપ્રવેશના વિરુદ્ધ પદ સાથે શાબ્દિક સાદશ્ય ધરાવે ભટ્ટારક અકલંકથી માંડી ઉપાધ્યાય યશોવિજયજી સુધીના બધા દિગંબર-શ્વેતાંબર જૈન તક ગ્રંથોમાં, જૈનેતર વૈદિક અને બૌદ્ધ તર્કગ્રંથ કરતાં તદ્દન જુદા જ પ્રકારની હેતુના પ્રયોગની પરિપાટી જે એક સરખી મળી આવે છે તેના પ્રથમ આવિષ્કર્તા, જ્યાં સુધી ન્યાયાવતારથી બીજો કોઈ જૂનો જૈન તર્કગ્રંથ ન મળી આવે ત્યાં સુધી, સિદ્ધસેન દિવાકર જ ગણવા જોઈએ. ન્યાયાવતારમાં જે સાધમ્ય અને વૈધમ્મ દષ્ટાન્તના લક્ષણો છે તે ન્યાયપ્રવેશમાંના તેના લક્ષણો સાથે ઘણું જ શાબ્દિક સામ્ય ધરાવે છે. જ્યારે પ્રશસ્તપાદ ભાષ્યમાંના તેના લક્ષણો સાથે માત્ર અર્થત: સામ્ય મુખ્ય છે. અને ગૌતમના ન્યાયસૂત્રમાના દષ્ટાન્ત લક્ષણો સાથે તો ન્યાયાવતારગત લક્ષણોનું શબ્દશ: કે અર્થશ: કશું જ સામ્ય નથી. આ ઉપરાંત દષ્ટાંતના પ્રયોગની અનાવશ્યકતા જે ન્યાયાવતારમાં બતાવી છે તે કયા પ્રતિપક્ષ સામે છે એ પ્રશ્ન ઉપર વિચાર કરતાં લાગે છે કે, સિદ્ધસેનનું એ કથન નૈયાયિકોની અને ખાસ કરી બૌદ્ધોની સામે હોવું જોઈએ. કારણ કે ન્યાયપ્રવેશ અને ન્યાયબિંદુમાં ઉદાહરણના પ્રયોગ ઉપર ખાસ ભાર આપવામાં આવ્યો છે, ત્યારે સિદ્ધસેન તેનો પ્રયોગ ન કરવા માટે ખાસ ભાર આપે છે. ઉદાહરણના પ્રયોગને વ્યર્થ જણાવતાં સિદ્ધસેન પૂર્વવર્તી ન્યાયવિદ્ વિદ્વાનોની, પોતાની બાજુમાં સંમતિ છે એવી નોંધ કરે છે. આ નોંધ ખાસ અર્થસૂચક છે. શું સિદ્ધસેન પહેલાં એવા કોઈ જૈન કે જૈનેતર તાર્કિકો થયા હશે જેઓના મતને સિદ્ધસેન પોતાના સમર્થનમાં સાક્ષી તરીકે સૂચવે છે ? સાધનના વિષયમાં પક્ષ, હેતુ અને દષ્ટાંત એ ત્રણ અવયવોના નિરૂપણબાદન્યાયતારમાં સાધનાભાસનું નિરૂપણ છે. તેમાં પહેલો પક્ષાભાસ લીધો છે અને તેમાં એના પાંચ ભેદો કરવામાં આવ્યા છે, જે ન્યાયબિંદુના પક્ષાભાસના ભેદો સાથે લગભગ અક્ષરશ: મળે છે અને એ બન્ને ગ્રંથોની પક્ષાભાસની સંખ્યા પણ સમાન છે. જ્યારે ન્યાયપ્રવેશમાં પક્ષાભાસની સંખ્યા વધારે છે, એટલે કે નવની છે. ત્યારબાદ હેત્વાભાસના જે ત્રણ

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58