________________
માયાવતાર
માત્ર ગૌણ માને છે. અને કેટલાક શૂન્યવાદી જેવા બૌદ્ધો તો પ્રત્યક્ષને પણ સત્ય નથી માનતા. તેઓની સામે સિદ્ધસેન એ બન્નેનું સત્યપણું સાબીત કરે છે. જેઓ વિજ્ઞાનમાત્રનું અસ્તિત્વ સ્વીકારી બાહ્ય કાંઈપણ બીજી વસ્તુ નથી માનતા કે જેઓ શૂન્યવાદના લીધે અંદર બહાર કાંઈ તત્ત્વ નથી માનતા તે બન્નેની સામે સિદ્ધસેન જ્ઞાન અને તભિન્ન વસ્તુની
સ્થાપના કરે છે. એ સ્થાપનાથી એમ લાગે છે કે સિદ્ધસેનની સામે વિજ્ઞાનવાદ અને શૂન્યવાદનું બળ હશે.
કયું પ્રમાણ સ્વાર્થ, કયું પરાર્થ, અને કયું ઉભયરૂપ: એ પ્રશ્નને વિચારવાનું કાર્ય પ્રમાણશાસ્ત્રોનું છે. ન્યાય-વૈશેષિક દર્શનમાં માત્ર અનુમાન પ્રમાણ પરાર્થરૂપે પ્રસિદ્ધ છે. ન્યાયપ્રવેશ અને ન્યાયબિંદુમાં પણ અનુમાનને જ પરાર્થ કહેવામાં આવ્યું છે; પ્રત્યક્ષને નહિં. દિગંબરાચાર્ય પૂજ્યપાદ અને ભટ્ટારક અકલંક પોતપોતાની તત્વાર્થ ઉપરની વ્યાખ્યાઓમાં શ્રુતજ્ઞાનને પરાર્થ અને શ્રુત સિવાયના બીજા બધા જ્ઞાનોને સ્વાર્થરૂપે વર્ણવે છે. માણિકયનંદી વગેરે બધા દિગંબરચાય પોતપોતાના ગ્રંથોમાં અનુમાનને જ પરાર્થ કહે છે. પ્રત્યક્ષને કોઈ વૈદિક, બૌદ્ધ કે દિગંબર તાર્કિકે પરાર્થ કહ્યું નથી. પ્રત્યક્ષને પરાર્થ કહી અનુમાન અને પ્રત્યક્ષ બન્નેનું પરાર્થપણું
સ્થાપન કરવાનો પ્રથમ પ્રયત્ન ન્યાયાવતારમાં જ દેખાય છે, જેને પાછળથી પ્રમાણનયતત્તાલોકાલંકારમાં સ્થાન મળ્યું છે. અનુમાનને પરાર્થ માનવામાં જે યુક્તિ છે તે યુકિત પ્રત્યક્ષમાં પણ લાગુ પડે છે. તો પછી તેને પરાર્થ શા માટે ન માનવું; એવા આશયથી તાર્કિકો સમક્ષ પ્રત્યક્ષનું પરાર્થપણું સ્થાપન કરવાનો પ્રથમ પ્રયત્ન એ સિદ્ધસેનની બલવપ્રતિભાના સ્વાતંત્ર્યનું સૂચન કરે છે. પરાર્થ અનુમાનનું સ્વરૂપ બતાવતાં દિવાકરે જે વાકય પક્ષવિનામુ યોર્યું છે તે વાક્ય ન્યાયપ્રવેશના સૂત્રમાં પણ તત્ર પારિવારિસાયન આ રૂપમાં મળી આવે છે પણ ન્યાયબિંદુમાં આવો કોઈ ઉલ્લેખ દેખાતો નથી.
ન્યાયપ્રવેશમાં સાધન (પરાર્થનુમાન), દૂષણ, સાધનાભાસ, દૂષણાભાસ, પ્રત્યક્ષ, અનુમાન, પ્રત્યક્ષાભાસ અને અનુમાનાભાસ-એ આઠ વિષયોનું નિરૂપણ છે. પરંતુ તેમાં મુખ્ય ભાગ તો પ્રથમના ચાર વિષયોથી જ રોકાએલો છે. ન્યાયાવતારમાં ઉકત આઠમાંથી પ્રત્યક્ષાભાસ અને