Book Title: Nyayavatar Sutra
Author(s): Sukhlal Sanghvi
Publisher: Shardaben Chimanbhai Educational Research Institute

View full book text
Previous | Next

Page 12
________________ ન્યાયાવતાર અને આગમ: એવા ત્રણ ભેદ થાય છે. જૈન પ્રમાણગ્રંથોમાં માત્ર આવાં ત્રણ ભેદોનું નિરૂપણ એ ન્યાયાવતારમાં જ છે. બીજે ક્યાંયે નથી. બીજા ગ્રંથોમાં તો પરોક્ષના ભેદ તરીકે સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ એ ત્રણ પ્રમાણોનું નિરૂપણ, ઈશ્વરકૃષ્ણની સાંખ્યકારિકા અને પતંજલિના યોગસૂત્રમાં વર્ણિત પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણ પ્રમાણોનું સ્મરણ કરાવે છે. પાછળના દરેક જૈન તર્કગ્રંથમાં ઘટાવવામાં આવ્યા છે તેમ ન્યાયાવતારમાં આગમસિદ્ધ પાંચ જ્ઞાનનો ઉલ્લેખ સુદ્ધાં એમાં નથી. એમાં ફક્ત કેવળજ્ઞાનનું સ્પષ્ટ કથન છે. કદાચ પૂર્ણ જ્ઞાન હોવાથી એનો જ નિર્દેશ નાનકડા ગ્રંથમાં કરવો ગ્રંથકારે ધાયો હશે. ગમે તેમ હોય પણ પ્રમાણ વિષયક વિચારસૃષ્ટિમાં વિવિધ પ્રમાણની જે પ્રાચીન પરંપરા ચાલી આવતી હતી તેને, અને જે બૌદ્ધ સંપ્રદાયમાં પ્રમાણની દ્ધિત્વ સંખ્યા રૂઢ થઈ હતી તેને, ઉદાર-સર્વસંગ્રહ વર્ગીકરણમાં ઘટાવવાનું કામ તો જૈન ગ્રંથોમાં ન્યાયાવતારનું જ લાગે છે. ન્યાયપ્રવેશમાં પ્રત્યક્ષનું લક્ષણ “કલ્પનાપોઢજ્ઞાન' એટલું જ છે. ધમકીર્તિએ પોતાના ન્યાયબિન્દુમાં પ્રત્યક્ષનું લક્ષણ કરતાં એમાં ‘અભ્રાન્ત' પદ ઉમેરી કલ્પનાપોઢ અબ્રાન્ત જ્ઞાન' એવું લક્ષણ બાંધ્યું છે. અને તે લક્ષણ, તે પછીના બધા બૌદ્ધ તાર્કિકોએ છેવટના લક્ષણ તરીકે માન્ય રાખ્યું હોય એમ તત્ત્વસંગ્રહાદિ ગ્રંથો પરથી સમજાય છે. જૈન દર્શનની પ્રત્યક્ષપ્રમાણની વ્યાખ્યા બીજા બધા કરતાં તદ્દન જુદી છે; તેથી તેમાં બૌદ્ધની જેમ અબ્રાન્ત કે ન્યાય-વૈશેષિક દર્શનની જેમ અવ્યભિચારી પદ નથી. છતાં ન્યાયાવતારમાં અન્ય પ્રસંગે અબ્રાન્ત શબ્દ યોજાએલો છે તે ખાસ અર્થસૂચક છે, એવી પ્રો. યાકોબીની કલ્પના છે. અનુમાન પ્રમાણની સત્યતાનો સ્વીકાર ન કરનારની સામે તેની સત્યતા સ્થાપવા; અને પ્રત્યક્ષ પ્રમાણની સત્યતાનો સ્વીકાર ન કરનારની સામે તેની સત્યતા સ્થિર કરવાનો પ્રયત્ન શ્રી સિદ્ધસેન કરે છે, ત્યારે તે અભ્રાન્ત પદ યોજે છે. આ સ્થાપના ક્યા ક્યા પ્રતિવાદી સામે હશે એ પ્રશ્નનો ખુલાસો તે વખતે પ્રચલિત દાર્શનિક માન્યતાઓમાંથી મળી શકે. બૌદ્ધો અનુમાનને વ્યવહાર સાધક માને છે છતાં તેનો વિષય સામાન્ય એ તેઓને મતે કલ્પિત હોવાથી તેને પ્રત્યક્ષ જેવું મુખ્ય પ્રમાણ નથી માનતા;

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58