________________
ન્યાયાવતાર
અનુમાનાભાસ સિવાયના બાકીના છએ વિષયોનું નિરૂપણ કરેલું છે. પણ તેમાં મુખ્યપણે સાધન, દૂષણ, સાધનાભાસ અને દૂષણાભાસ એ ચાર વિષયો જ વર્ણવાએલા છે. ગૌતમના ન્યાયસૂત્રોમાં અન્ય વસ્તુનું વર્ણન હોવા છતાં પણ જેમ પરાર્થાનુમાન (ન્યાય)ને લગતા પદાર્થોનું જ વર્ણન મુખ્ય છે. અને એ સૂત્રોમાં વર્ણવવામાં આવેલાં સોળ પદાર્થોમાં ઘણા પદાર્થો તો માત્ર ન્યાયને જ લગતા છે; તેમ પદાર્થોનુમાનને લગતી બાબતનું વર્ણન જ મુખ્ય છે. તેથી એ ગ્રંથોનું નામકરણ જે પ્રારંભમાં ન્યાયશબ્દ વડે રાખવામાં આવ્યું છે તે પ્રાધાન્યના પહેલા મન્તિ એ નિયમને યાદ કરાવે છે.
પરાથનુમાનમાં પક્ષનો પ્રયોગ કરવો જ જોઈએ. એવું સમર્થન ન્યાયાવતારમાં કરવામાં આવ્યું છે જે ધ્યાન ખેંચે છે. વૈદિક વિદ્વાનોમાં તો પક્ષનો પ્રયોગ કરવા વિષે બે મત છે જ નહિં. તેથી કયા પ્રતિવાદી સામે ન્યાયાવતારનું આ સમર્થન હશે એ પ્રશ્ન થાય છે. વિચાર કરતાં જણાય છે કે એ સમર્થન કોઈ બૌદ્ધ તાર્કિક સામે કરાએલું છે. જો કે ન્યાયબિંદુમાં ધર્મકીર્તિ સ્પષ્ટ કહે છે કે, “પક્ષના પ્રયોગ વિના પણ ચાલે’ - અર્થાત તે આવશ્યક નથી. પણ એ મત ધર્મકીર્તિનો પોતાનો છે કે બૌદ્ધ તક પરંપરામાં પૂર્વવર્તી વિદ્વાનોએ ફૂઢ કરેલ એ મતની ન્યાયબિંદુમાં ધર્મકીર્તિએ માત્ર નોંધ કરી છે; એનો નિર્ણય કરવો કઠણ છે. પણ જો સિદ્ધસેન કોઈપણ રીતે ધર્મકીર્તિના પૂર્વવર્તી નિશ્ચિત થાય તો જરૂર એમ કહી શકાય કે સિદ્ધસેને તyયોગ્ય અર્થાત્ “અનુમાન વાકયમાં પક્ષનો પ્રયોગ કરવો જોઈએ એમ કહી કરેલું પક્ષપ્રયોગનું સમર્થન ધર્મકીર્તિના પૂર્વવર્તી કોઈ બૌદ્ધ વિદ્વાન સામે હોવું જોઈએ. બૌદ્ધ પ્રતિવાદી સામે સિદ્ધસેને કરેલું આ પક્ષપ્રયોગનું સમર્થન પાછળના જૈનાચાર્યોએ પોતપોતાના તર્ક ગ્રંથોમાં લીધેલું છે. એ સમર્થન કરતાં દિવાકરે જે ધાતુશ્કનો દાખલો આપ્યો છે તે ઉપમાદ્વારા વક્તવ્યને સ્પષ્ટ કરવાની તેઓની કુશળતા સૂચવે છે.
પક્ષનું સ્વરૂપ બતાવતાં ન્યાયાવતારમાં જે “પ્રત્યક્ષાઢ્યનિરતઃ' એવું પદ વાપરેલું છે તે ન્યાયબિંદુના પ્રત્યક્ષ લક્ષણમાં વપરાએલ “માનિત પદ સાથે તદ્દન સાદ્રશ્ય ધરાવે છે. જ્યારે ન્યાયપ્રવેશના પ્રત્યક્ષ લક્ષણમાં વપરાએલ “પ્રત્યક્ષવિરુદ્ધ' એ પદ સાથે માત્ર અર્થત: સામ્ય ધરાવે છે.